શોધખોળ કરો
Anupamaa Cast Net Worth: એક એપિસોડની આટલી ફી લે છે અનુપમાથી માંડીને અનુજ સુધીના આ સ્ટાર્સ, જાણી દંગ થઇ જશો
Anupamaa Cast Net Worth: સ્ટાર પ્લસનો સુપરહિટ શો અનુપમા હર ઘરનો સૌથી પ્રિય અને લોકપ્રિય શો બની ગયો છે. આ શો હિટ થયા બાદ સ્ટાર્સની ફી રિપોર્ટ સામે આવી છે, જેને જોઈને ફેન્સ ચોંકી જશે.
અનુપમાના સિરિયલ સ્ટાર્સ
1/9

Anupamaa Cast Net Worth: સ્ટાર પ્લસનો સુપરહિટ શો અનુપમા હર ઘરનો સૌથી પ્રિય અને લોકપ્રિય શો બની ગયો છે. આ શો હિટ થયા બાદ સ્ટાર્સની ફી રિપોર્ટ સામે આવી છે, જેને જોઈને ફેન્સ ચોંકી જશે.
2/9

ટીવી પર માત્ર એક જ શોની સૌથી વધુ ચર્ચા થાય છે. તે છે અનુપમા, જેમાં લાંબા સમય પછી ટીવી પર પરત ફરેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ શો એક મહિલાના જીવનને સંપૂર્ણ રીતે દર્શાવે છે જેના માથા પર પારિવારિક જવાબદારીઓ છે. રૂપાલીની જોરદાર એક્ટિંગ અને જબરદસ્ત સ્ટોરીના આધારે આ શો ટીઆરપીમાં ટોચ પર છે. આ શોમાં ઘણા સ્ટાર્સને લોકપ્રિયતા મળી છે. પણ શું તમે જાણો છો અનુપમાની એક દિવસની કમાણી? નહિં, તો ચાલો અનુપમાના કલાકારોની નેટવર્થ પર એક નજર કરીએ જેમાં રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે અને અન્યનો સમાવેશ થાય છે.
3/9

અભિનેત્રી રૂપાલી ગાંગુલી, જેણે અનુપમા જેવા સુપરહિટ ટીવી શોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, અહેવાલ મુજબ, અભિનેત્રીની કુલ સંપત્તિ 21-25 કરોડ છે. અનુપમા એક એપિસોડ માટે લગભગ 60,000 રૂપિયા ચાર્જ કરે છે. આ તેની એક દિવસની કમાણી છે.
4/9

અનુપમામાં વનરાજ શાહના રોલમાં જોવા મળતા હેન્ડસમ હંક એક્ટર સુધાંશુ પાંડેની કુલ સંપત્તિ 21-25 કરોડ જણાવવામાં આવી છે. સુધાંશુ એક એપિસોડની ફી 50,000 છે. વનરાજના રોલમાં સુધાંશુએ શાનદાર કામ કર્યું છે.
5/9

અનુજ કાપડિયા ઉર્ફે ગૌરવ ખન્ના આ શોમાં કરોડો લોકોનો ફેવરિટ એક્ટર બની ગયો છે. આજે લોકો તેને અનુજના નામથી જ ઓળખે છે. ગૌરવ ખન્ના વિશે વાત કરીએ તો તે $900 મિલિયનની પ્રોપર્ટીના માલિક છે. અનુપમા શોમાં તેની ફી રૂપાલી ગાંગુલી કરતા થોડી ઓછી છે.
6/9

અભિનેત્રી મદાલસા શર્માને (Madalsa Sharma) આ શોથી ખૂબ જ લોકપ્રિયતા મળી છે. અનુપમાની કાવ્યા અનુની સૌતનનો રોલ અદા કરી રહી છે. તેની વર્થ 14થી20 કરોડ છે.તે પ્રતિ એપિસોડ 30,000 રૂપિયા લે છે.
7/9

અભિનેત્રી નિધિ શાહ શોમાં કિંજલના પાત્રમાં જોવા મળે છે, તેને બધા પ્રેમથી કિંજુ બેબી કહે છે. કિંજલે દમદાર પરફોર્મન્સ આપ્યું છે, નિધિ શાહ અનુપમા શોમાં પ્રતિ એપિસોડ 32,000 ચાર્જ કરે છે. અહેવાલો અનુસાર, નેટવર્થ 7-10 કરોડ રૂપિયા છે.
8/9

શોમાં આશુતોષ શાહની ભૂમિકા અભિનેતા આશિષ મેહરોત્રા ભજવી રહ્યો છે. શો તેને તોશુના નામથી બોલાવે છે. તેમની કુલ સંપત્તિ 7-10 કરોડ છે. અનુપમામાં, આશિષ એક એપિસોડ માટે લગભગ 33,000 રૂપિયા ચાર્જ કરે છે.
9/9

અભિનેત્રી મુસ્કાન બામને આ શોમાં અનુપમાની પુત્રી પાખી શાહનું પાત્ર ભજવી રહી છે. મુસ્કાનની કુલ સંપત્તિ 3-5 કરોડ રૂપિયા છે. આટલી નાની ઉંમરે પણ તે અદ્ભુત કામ કરી રહી છે અને જબરદસ્ત પૈસા કમાઇ રહી છે. મુસ્કાન અનુપમા શો માટે લગભગ 27,000 પ્રતિ એપિસોડ ચાર્જ કરે છે.
Published at : 25 Aug 2022 10:51 AM (IST)
આગળ જુઓ





















