શોધખોળ કરો
'એનિમલ'ના Bobby Deol થી લઇને 'મિર્ઝાપુર' ના Vijay Varma સુધી, આ એક્ટરોએ નાના રૉલ કર્યા છતાં લાખોના દિલ જીત્યા....
બૉબી દેઓલનો રૉલ આમાં ખુબ જ નાનો છે પરંતુ છાપ છોડનારો છે. ફિલ્મ 'એનિમલ'માં બૉબી દેઓલે ભજવેલા રૉલની ખૂબ ચર્ચા થઈ રહી છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/11

Actors Small Role: અત્યારે બૉક્સ ઓફિસ પર ફિલ્મ 'એનિમલ' ધૂમ મચાવી રહી છે, આ ફિલ્મમાં લોકો બૉબી દેઓલના રૉલને ખુબ જ પસંદ કરી રહ્યાં છે. ખાસ વાત છે કે, બૉબી દેઓલનો રૉલ આમાં ખુબ જ નાનો છે પરંતુ છાપ છોડનારો છે. ફિલ્મ 'એનિમલ'માં બૉબી દેઓલે ભજવેલા રૉલની ખૂબ ચર્ચા થઈ રહી છે. નાની ભૂમિકા હોવા છતાં અભિનેતા પ્રભાવિત કર્યા છે. બૉબી પહેલા એવા ઘણા કલાકારો છે જેમણે નાના રૉલમાં પણ દર્શકોના દિલ પર છાપ છોડી છે.
2/11

આ ફિલ્મમાં બૉબી દેઓલે વિલનની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં તેને ઓછી સ્ક્રીન સ્પેસ મળી હતી, પરંતુ તેમ છતાં અભિનેતાએ પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે.
3/11

વિજય વર્મા હિટ વેબ સીરીઝ મિર્ઝાપુર 2માં જોવા મળ્યો હતો. સીરીઝમાં ભલે તેનો રૉલ નાનો હતો, તેમ છતાં અભિનેતાએ દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું.
4/11

અભિનેતા ઉદય મહેશ 'ફેમિલી મેન 2'માં તેની ભૂમિકા માટે જાણીતો છે. અભિનેતાએ નાની ભૂમિકામાં પણ ભારે પ્રભાવ પાડ્યો હતો.
5/11

સલમાન ખાને કુછ કુછ હોતા હૈમાં પોતાના કેમિયોથી દર્શકોને દિવાના બનાવી દીધા છે.
6/11

જોકે હૈદર ફિલ્મમાં શાહિદ કપૂર, તબ્બુ, શ્રદ્ધા કપૂર લીડ રોલમાં હતા, પરંતુ ઈરફાન ખાને પોતાના નાના રૉલથી લાઈમલાઈટ મેળવી હતી.
7/11

નસીરુદ્દીન શાહે ફિલ્મ 'ઝિંદગી ના મિલેગા દોબારા'માં એક નાનો પણ ઉત્તમ રોલ કર્યો હતો.
8/11

રજત કપૂર પ્રતિક ગાંધીની વેબ સીરીઝ સ્કેમ 1992માં જોવા મળ્યો હતો. તે સીરીઝમાં ટૂંકા ગાળા માટે દેખાયો પરંતુ તેના પાત્રથી લોકોને પ્રભાવિત કર્યા.
9/11

આર માધવને આમિર ખાનની ફિલ્મ 'રંગ દે બંસતી'માં પોતાના પાત્રથી દર્શકોના દિલ જીતી લીધા હતા.
10/11

શ્વેતા ત્રિપાઠીએ મેડ ઇન હેવનમાં તેના સાઈડ રોલથી બધાને પ્રભાવિત કર્યા હતા.
11/11

અક્ષય કુમારની ફિલ્મ બેબી એટલી સફળ ના રહી હોવા છતાં, તાપસી પન્નુએ ફિલ્મમાં તેના પાત્ર માટે ઘણી પ્રશંસા મેળવી હતી.
Published at : 06 Dec 2023 12:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
જામનગર
ક્રિકેટ
ગુજરાત
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
