શોધખોળ કરો
ફ્લોપ ફિલ્મ છતાં અક્ષય કુમાર લઇ રહ્યો છે કરોડો રૂપિયા ફી, જાણો કેટલા કરોડની સંપત્તિ?
Akshay Kumar Net Woth: હાઈ-ઓક્ટેન એક્શન સિક્વન્સથી લઈને તેના કોમિક ટાઈમિંગ સુધી બોલિવૂડના 'ખિલાડી' અક્ષય કુમાર ભારતીય સિનેમાના સૌથી વર્સેસ્ટાઇલ એક્ટર્સમાંનો એક છે.
અક્ષય કુમાર
1/9

Akshay Kumar Net Woth: હાઈ-ઓક્ટેન એક્શન સિક્વન્સથી લઈને તેના કોમિક ટાઈમિંગ સુધી બોલિવૂડના 'ખિલાડી' અક્ષય કુમાર ભારતીય સિનેમાના સૌથી વર્સેસ્ટાઇલ એક્ટર્સમાંનો એક છે. 3 દાયકાથી વધુ લાંબી અભિનય કારકિર્દી સાથે અક્ષયે તેની સખત મહેનત, શિસ્ત અને સમર્પણથી પોતાના માટે એક બ્રાન્ડ બનાવી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમારની કારકિર્દી પણ પાટા પરથી ઉતરી ગઈ છે. આ હોવા છતાં અભિનેતાના સ્ટારડમમાં કોઈ ઘટાડો થયો નથી. ચાલો આજે અહીં અક્ષય કુમારની નેટવર્થ વિશે જાણીએ.
2/9

અક્ષય કુમારે વર્ષ 1991માં ફિલ્મ ‘સૌગંધ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ‘ખિલાડી’ ફિલ્મે તેને બોલિવૂડનો સુપરસ્ટાર બનાવી દીધો હતો. આ પછી અભિનેતાએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી. હા, કોવિડ પછી અક્ષય કુમારની મોટાભાગની ફિલ્મ ફ્લોપ રહી છે. અભિનેતાની ઘણી ફિલ્મો બેક ટુ બેક ફ્લોપ રહી છે પરંતુ તેમ છતાં ખિલાડી કુમારના ગૌરવમાં કોઈ ઘટાડો થયો નથી.
Published at : 09 Sep 2024 02:31 PM (IST)
આગળ જુઓ





















