શોધખોળ કરો
જેકલિન અને રિયા ચક્રવર્તી તપાસ એજન્સીઓના રડાર પર, કાયદાકીય મુશ્કેલીનો સામનો કરી ચૂકી છે આ એક્ટ્રેસ
ફાઇલ તસવીર
1/8

ક્યારેક ક્યારેક બોલિવૂડના સેલેબ્સ વિવાદનો હિસ્સો બની જાય છે. ઘણા સેલેબ્સને કાયદાકીય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને કાયદાકીય તપાસનો સામનો કરવો પડ્યો છે. જેમાં બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણથી લઈને રિયા ચક્રવર્તી સુધીની ઘણી અભિનેત્રીઓ સામેલ છે.
2/8

આ યાદીમાં પહેલું નામ બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝનું છે. જેકલિન પર સુકેશ ચંદ્રશેખર પાસેથી કરોડોની મોંઘી ભેટ લેવાનો આરોપ છે. આ કેસમાં ED દ્વારા જેકલિનની પૂછપરછ કરવામાં આવી છે અને તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
3/8

સુકેશ ચંદ્રેશખર મની લોન્ડરિંગ કેસમાં જેકલિન સાથે નોરા ફતેહીનું નામ પણ બહાર આવ્યું હતું. આ કેસમાં ED દ્વારા નોરાની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
4/8

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ED અને NCB બંનેએ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી છે. તાજેતરમાં જ NCBએ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે જેમાં રિયા ચક્રવર્તીનું નામ પણ સામેલ છે. રિયા પર સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. જે બાદ રિયાની મુસીબતો વધી શકે છે.
5/8

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવૂડ ડ્રગ્સ કનેક્શનની તપાસ શરૂ થઈ હતી. આ કેસમાં દીપિકા પાદુકોણની પણ કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
6/8

બોલિવૂડ ડ્રગ્સ કેસમાં ઘણા સેલેબ્સ ફસાઈ ગયા હતા. આ લિસ્ટમાં શ્રદ્ધા કપૂર પણ સામેલ હતી. આ મામલામાં NCBએ શ્રદ્ધાની કલાકો સુધી પૂછપરછ પણ કરી હતી.
7/8

વર્ષ 2021માં બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુના ઘરે ઈન્કમ ટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તાપસી પર ટેક્સ ચોરીનો આરોપ હતો. જે બાદ તાપસીની પણ ઘણા દિવસો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
8/8

પનામા પેપર્સ લીક કેસમાં અમિતાભ બચ્ચનની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનની પણ પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં ઈડીએ ઐશ્વર્યાની કલાકો સુધી પૂછપરછ કરી હતી.
Published at : 16 Jul 2022 11:27 AM (IST)
આગળ જુઓ





















