ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક ટોચની અભિનેત્રીઓ છે જેનો જન્મ ભારતમાં થયો નથી, પરંતુ તેમ છતાં બોલિવૂડની ટોચની એક્ટ્રેસ છે.
2/6
એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો જન્મ ભારતમાં થયો નથી. દીપિકાનો જન્મ ડેનમાર્કના કોપનહેગનમાં થયો હતો. વાસ્તવમાં દીપિકાના પિતા એક મોટા બેડમિન્ટન ખેલાડી હતા અને કહેવાય છે કે તેઓ ડેનમાર્કમાં ટ્રેનિંગ લેતા હતા. ત્યાં જ દીપિકાનો જન્મ થયો હતો.
3/6
બોલિવૂડની સુંદર એક્ટ્રેસમાં સામેલ કેટરિના કૈફનો જન્મ હોંગકોંગમાં થયો હતો. દરમિયાન હોંગકોંગ બ્રિટિશ કોલોની હતી. આવી સ્થિતિમાં કેટરીના જન્મતાની સાથે જ બ્રિટિશ નાગરિક બની ગઈ હતી. કેટરીનાના માતા-પિતા બંને બ્રિટિશ નાગરિક છે.
4/6
પોતાના ધમાકેદાર ડાન્સથી બધાનું દિલ જીતનાર નોરા ફતેહી કેનેડાની નાગરિક છે. જોકે, નોરા હવે સંપૂર્ણપણે ભારતમાં સેટલ થઈ ગઈ છે.
5/6
જેકલીન ફર્નાન્ડીઝનો જન્મ ભારતમાં નહીં પરંતુ શ્રીલંકામાં થયો હતો. અભિનેત્રીનો ઉછેર બહેરીનમાં થયો હતો.
6/6
અભિનેત્રી સની લિયોન કે જેનું સાચું નામ કરણજીત કૌર છે, તેનો જન્મ કેનેડામાં થયો હતો. સની લિયોનના જન્મ પછી તેનો પરિવાર અમેરિકા શિફ્ટ થઈ ગયો હતો