બોલિવૂડ એક્ટર રણબીર કપૂર બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે લગ્ન કરશે તેવા અહેવાલો વહેતા થયા છે. આલિયા ભટ્ટ સાથે રિલેશનશીપમાં આવ્યા અગાઉ રણબીર કપૂર અનેક બોલિવૂડ એક્ટ્રેસને ડેટ કરી ચૂક્યો છે.
2/6
રણબીર કપૂર પોતાની બોલિવૂડ કરિયર શરૂ કરતા પહેલા જ અવંતિકા મલિક સાથે ડેટ કરતો હતો. બંને એક જ કોલેજમાં હતા અને થોડા સમય માટે એકબીજાને ડેટ કરતા હતા. જોકે થોડા સમય બાદ બંન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે બાદમાં અવંતિકાએ આમિર ખાનના ભત્રીજા ઈમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા.
3/6
અભિનેત્રી સોનમ કપૂર અને રણબીર કપૂરે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાવરિયા'થી ડેબ્યૂ કર્યું હતું. સોનમ કપૂર અને રણબીર કપૂર ફિલ્મ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બ્રેકઅપ થઈ ગયું.
4/6
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણના પ્રેમપ્રકરણની બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ચર્ચા થઈ હતી. ફિલ્મ ‘બચના એ હસીનો’ના સેટ દરમિયાન બંને એકબીજાને દિલ આપી બેઠા હતા. બંન્ને અનેક પ્રસંગે જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, બાદમાં બંન્ને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. રણબીર સાથે બ્રેકઅપ બાદ દીપિકા ડિપ્રેશનમાં જતી રહી હતી. દીપિકાએ કહ્યું હતું કે હું જાણતી હતી કે તે મને દગો આપી રહ્યો છે. મે તેને અનેક તક આપી પરંતુ કાંઇ બદલાયું નહીં.
5/6
બોલિવૂડમાં સૌથી ફેમસ લવ સ્ટોરી રણબીર કપૂર અને કેટરીના કૈફની હતી. ફિલ્મ 'અજબ પ્રેમ કી ગઝબ કહાની'ના સેટ પર તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બંને સ્ટાર્સ લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, રણબીર કપૂર કેટરીના કૈફને લઈને ખૂબ જ સીરિયસ હતો. વાત લગ્ન સુધી પણ પહોંચી હતી, પરંતુ કેટલીક પારિવારિક સમસ્યાઓના કારણે તેમના સંબંધોનો અંત આવી ગયો હતો.
6/6
રણબીર કપૂરનું નામ અભિનેત્રી નરગીસ ફખરી સાથે પણ જોડાઈ ચૂક્યું છે. રોકસ્ટાર ફિલ્મમાં કામ કરતી વખતે બંને પરિચયમાં આવ્યા હતા. જો કે, બંન્નેએ ક્યારેય તેમના સંબંધો વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. કહેવાય છે કે રણબીરના કેટરીના સાથેના બ્રેકઅપ પાછળનું કારણ નરગીસ ફખરી હતી.