શોધખોળ કરો
Deepika Padukone Net Worth: નેટવર્થમાં અનેક મોટા સ્ટાર્સને પાછળ છોડી દે છે દીપિકા પાદુકોણ, આવી છે લક્ઝરી લાઇફસ્ટાઇલ
Deepika Padukone: શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી કરિયરની શરૂઆત કરનાર દીપિકા પાદુકોણ આજે બોલિવૂડની ટોચની એક્ટ્રેસ બની ગઇ છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી કરિયરની શરૂઆત કરનાર દીપિકા પાદુકોણ આજે બોલિવૂડની ટોચની એક્ટ્રેસ બની ગઇ છે. અભિનેત્રી તેની અભિનયની સાથે તેની સુંદરતા માટે પણ જાણીતી છે. છેલ્લા 16 વર્ષમાં દીપિકાએ હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપી છે. તેથી આજે અભિનેત્રી કરોડોની સંપત્તિની માલિક બની ગઈ છે.
2/7

જો કે, દીપિકા માત્ર ફિલ્મોથી જ નહીં પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ફિલ્મ પ્રોડક્શનમાંથી પણ ઘણી કમાણી કરે છે. આ સિવાય અભિનેત્રીએ ઘણી કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે.
3/7

દીપિકાના પ્રોડક્શન હાઉસનું નામ 'કા પ્રોડક્શન' છે. જેમાં તેણે '83' અને 'છપાક' જેવી ફિલ્મો બનાવી છે.
4/7

મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ 500 કરોડ રૂપિયા છે.
5/7

ફીની વાત કરીએ તો બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ દીપિકા આજે એક ફિલ્મ માટે લગભગ 30 કરોડ રૂપિયાની તગડી ફી લે છે. અભિનેત્રીની વાર્ષિક કમાણી લગભગ 40 કરોડ રૂપિયા છે.
6/7

દીપિકાને લક્ઝરી કારનો પણ ઘણો શોખ છે. તેથી જ તેની પાસે Audi Q7 અને BMW 5 જેવી લક્ઝરી કાર છે.
7/7

અભિનેત્રી છેલ્લે ફિલ્મ 'જવાન'માં જોવા મળી હતી. હવે તે ફાઈટર દ્વારા મોટા પડદા પર ધૂમ મચાવી રહી છે.
Published at : 26 Jan 2024 01:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
