શોધખોળ કરો
Advertisement

Diwali 2024: રેડ સાડીમાં દિવાળી પાર્ટીમાં રુમર્ડ બોયફ્રેન્ડ સાથે નતાશાએ મારી ધાસુ એન્ટ્રી, હાર્દિકની એક્સ વાઈફનો જોવા મળ્યો જલવો
Diwali Party 2024 હાર્દિક પંડ્યાથી છૂટાછેડા બાદ નતાશાનું નામ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે જોડવામાં આવી રહ્યું છે. ગત રાત્રે પણ નતાશા એલેક્ઝાન્ડરની સાથે અબુ જાની સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી.

ફેશન ડિઝાઇનર અબુ જાની સંદીપ ખોસલાએ 26 ઓક્ટોબરે દિવાળી પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ફિલ્મી હસ્તીઓએ હાજરી આપી હતી. આ સેલિબ્રેશનમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક પણ સામેલ થઈ હતી.
1/6

નતાશા સ્ટેનકોવિકે તેના મિત્ર અને રુમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે અબુ જાની સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી.
2/6

આ દરમિયાન એલેક્ઝાન્ડર નતાશાનો હાથ પકડીને કારમાંથી બહાર નીકળવામાં મદદ કરતો જોવા મળ્યો હતો.
3/6

નતાશાએ દિવાળી પાર્ટી માટે લાલ સાડી પસંદ કરી હતી. તેણે આ જ્યોર્જેટ સાડીને મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ સાથે પેર કરી હતી.
4/6

નતાશાએ જ્વેલરી વગર અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ દરમિયાન તેણીએ એક લાલ હેન્ડ બેગ પણ કેરી કરી હતી.
5/6

તેનો રુમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ સફેદ કુર્તા-પાયજામા સાથે પીળો કોટ પહેરેલો જોવા મળ્યો હતો. નતાશાએ તેના રુમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર સાથે કેમેરા માટે એકથી એક ચઢિયાતા પોઝ પણ આપ્યા હતા.
6/6

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ નતાશા સિકંદર સાથે ઘણી જગ્યાએ જોવા મળી હતી. હાલમાં જ બંને પૂલમાં એન્જોય કરતા જોવા મળ્યા હતા.
Published at : 27 Oct 2024 08:40 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion