Jamnagar Cattle Issue : જામનગરમાં ઢોર સાથે અથડાતા બાઇક ચાલક પટકાયું, પાછળથી આવતી ટ્રકે કચડ્યો
Jamnagar Cattle Issue : જામનગરમાં ઢોર સાથે અથડાતા બાઇક ચાલક પટકાયું, પાછળથી આવતી ટ્રકે કચડ્યો
એક યુવક બાઈક લઈને રસ્તા પરથી પસાર થતા સમયે ઢોર સાથે બાઈક સાથે અથડાયા બાદ નીચે પટકાયો હતો. આ જ સમયે પાછળથી આવતી ટ્રેક કચડી નાંખતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી વિગતો પ્રમાણે, ગઈ કાલે રાતે આ ઘટના બની હતી. ગોકુલનગર રોડ પર ગત રાત્રીના બનેલ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મયુર વનરાજભાઈ કોળી નામના ૨૪ વર્ષીય યુવકનું મોત થયું ચે. પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધ્યો છે. મૃતક યુવકના પિતા જામનગર કોળી સમાજના પ્રમુખ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે ફરી એકવાર રખડતા ઢોરને લઈ સરકારની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.




















