શોધખોળ કરો
Happy Birthday Genelia Dsouza: નવ વર્ષ નાની જેનેલિયા પર આવ્યુ રિતેશ દેશમુખનું દિલ, નવ વર્ષના ડેટ બાદ કર્યા લગ્ન
બોલિવૂડની સ્ટાર એક્ટ્રેસમાં સામેલ અને અભિનેતા રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસોઝા 5 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.

ફોટોઃ સોશિયલ મીડિયા
1/7

બોલિવૂડની સ્ટાર એક્ટ્રેસમાં સામેલ અને અભિનેતા રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસોઝા 5 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.
2/7

જો કે જેનેલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે જેનેલિયાએ 15 વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તે અમિતાભ બચ્ચન સાથે એક એડમાં જોવા મળી હતી. 16 વર્ષની ઉંમરે જેનેલિયાએ ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો. તેણે ફિલ્મ 'તુઝે મેરી કસમ'થી ડેબ્યૂ કર્યું હતું. નવાઈની વાત એ છે કે રિતેશ દેશમુખની પણ આ ડેબ્યુ ફિલ્મ હતી.
3/7

બંને પહેલીવાર એરપોર્ટ પર મળ્યા હતા. રિતેશને મળ્યા પહેલા જેનેલિયાના મનમાં અભિનેતાની ઈમેજ બિલકુલ અલગ હતી. રિતેશ રાજકીય પરિવારનો હતો. જેનેલિયા માનતી હતી કે રિતેશ મુખ્યમંત્રીનો પુત્ર છે.
4/7

તેનામાં અભિમાન હશે પરંતુ જ્યારે તેઓએ ફિલ્મ 'તુઝે મેરી કસમ'માં સાથે કામ કર્યું ત્યારે તેમને ખબર પડી કે રિતેશ દેશમુખ એવો બિલકુલ નથી. તે એક સારો વ્યક્તિ છે.
5/7

તેમની મિત્રતા એટલી ગાઢ બની ગઈ કે તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા. લગભગ 9 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંનેએ વર્ષ 2012માં લગ્ન કરી લીધા. રિતેશ દેશમુખ જેનેલિયા ડિસોઝા કરતા 9 વર્ષ મોટો છે. લગ્નના બીજા વર્ષે એટલે કે વર્ષ 2014માં જેનેલિયાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. તેઓએ તેમના પુત્રનું નામ રિયાન રાખ્યું અને આજે તેમને બે પુત્રો છે.
6/7

અભિનેત્રીએ બાંદ્રાની Apostolic Carmel High Schoolમાં અભ્યાસ કર્યો છે. આ પછી તેણે સેન્ટ એન્ડ્ર્યુ કોલેજમાંથી ડિગ્રી મેળવી હતી.
7/7

જેનેલિયાએ વિચાર્યું કે MNCમાં કામ કરવું શ્રેષ્ઠ છે, પરંતુ નસીબ તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લઈ આવ્યું. જેનેલિયાને સ્પોર્ટ્સમાં પણ ઘણો રસ હતો. જેનેલિયા રાજ્ય સ્તરની એથ્લેટ રહી ચૂકી છે અને રાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ખેલાડી પણ રહી ચૂકી છે.
Published at : 05 Aug 2022 08:22 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
