શોધખોળ કરો
Athiya Shetty-KL Rahulના લગ્નની ચર્ચા, જાણો કેવી છે તેમની લવસ્ટોરી?
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી
1/8

મુંબઇઃ સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ અવારનવાર પોતાની રિલેશનશીપને લઇને ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા સમયથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ટૂંક સમયમાં જ લગ્ન કરશે.
2/8

એક રિપોર્ટ અનુસાર, આથિયા શેટ્ટી આ વર્ષે બોયફ્રેન્ડ કેએલ રાહુલ સાથે લગ્ન કરે તેવી શક્યતા છે. આથિયા અને કેએલ રાહુલ વચ્ચેની લવસ્ટોરી કેવી રીતે શરૂ થઇ તેની માહિતી આપવામા આવી છે.
3/8

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. જ્યારે બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજાને બર્થ-ડેની શુભકામનાઓ આપવાનું શરૂ કર્યું, ત્યારે એવી અટકળો વહેતી થઈ હતી કે બંને રિલેશનશિપમાં છે.
4/8

આથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીએ પણ લવ બર્ડ્સને તેમની લવ લાઈફ ખાનગી રાખવામાં મદદ કરી હતી. જ્યારે પણ સુનીલ શેટ્ટીને આથિયા અને રાહુલના સંબંધો અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે માત્ર મીડિયા રિપોર્ટ્સ ગણાવ્યા.
5/8

જ્યારે કેએલ રાહુલ તેની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ ગયો હતો ત્યારે તેની ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટી પણ તેને સપોર્ટ કરવા માટે તેની સાથે હતી.
6/8

આથિયા શેટ્ટીના જન્મદિવસ પર કેએલ રાહુલે અભિનેત્રી સાથેના સંબંધોને ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ કર્યા હતા. કેએલ રાહુલે આથિયા શેટ્ટી સાથે એક ક્યૂટ રોમેન્ટિક તસવીર શેર કરીને ખૂબ જ ખાસ કેપ્શન લખ્યું હતું.
7/8

આથિયા શેટ્ટીના જન્મદિવસ પર કેએલ રાહુલે અભિનેત્રી સાથેના સંબંધોને ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ કર્યા હતા. કેએલ રાહુલે આથિયા શેટ્ટી સાથે એક ક્યૂટ રોમેન્ટિક તસવીર શેર કરીને ખૂબ જ ખાસ કેપ્શન લખ્યું હતું.
8/8

આથિયા શેટ્ટીના ભાઈ અહાન શેટ્ટીની ફિલ્મ તડપના સ્ક્રીનિંગમાં આથિયા અને રાહુલે એક કપલની જેમ એન્ટ્રી કરીને તેમના સંબંધોના પુષ્ટી કરી હતી. બંનેએ સાથે મળીને પાપારાઝીને ઘણા પોઝ આપ્યા હતા અને હવે તેમના લગ્નના સમાચારની ચર્ચા છે. (All Photo Credit: Instagram))
Published at : 21 Apr 2022 07:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગાંધીનગર
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
