શોધખોળ કરો
Sidharth Malhotra-Kiara Advani Wedding: સિદ્ધાર્થ કરતા કેટલી નાની છે કિઆરા અડવાણી ? સામે આવી જાણકારી
Sidharth Malhotra-Kiara Advani Wedding: સિદ્ધાર્થ કરતા કેટલી નાની છે કિઆરા અડવાણી ? સામે આવી જાણકારી

તસવીર ઈન્સ્ટાગ્રામ
1/7

Kiara Advani Wedding Photos: બોલીવુડની સુંદર અભિનેત્રી અને મુંબઈની રહેવાસી કિઆરા અડવાણીએ આજે રાજસ્થાનમાં દિલ્હીના રહેવાસી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા.
2/7

બોલીવુડની સુંદર અભિનેત્રી અને મુંબઈની રહેવાસી કિઆરા અડવાણીએ આજે રાજસ્થાનમાં દિલ્હીના રહેવાસી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા. જેસલમેરના હોટલ સૂર્યગઢ પેલેસમાં આજે તેના લગ્ન થયા હતા. કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ હોટલ સૂર્યગઢની અંદર બનેલી બાવડી નામની જગ્યા પર સાત ફેરા ફર્યા હતા. સાત ફેરા લઈ આ સ્ટાર કપલ એકબીજાના થયા છે. આ બધાની વચ્ચે આજે અમે જણાવીએ છીએ કે બંનેની ઉંમરમાં ફરક છે.
3/7

સિદ્ધાર્થ મલ્હોત્રાનો જન્મ 16 જાન્યુઆરી, 1985ના રોજ દિલ્હીમાં થયો હતો. જ્યારે કિયારાનો જન્મ 31 જુલાઈ 1992ના રોજ મુંબઈમાં થયો હતો. બંનેની ઉંમરમાં લગભગ 7 વર્ષનો તફાવત છે.
4/7

મંગળવારે સવારે વરરાજ અને દુલ્હને હળદરની પેસ્ટ લગાવવાની વિધિ સાથે લગ્નની વિધિઓ શરૂ થઈ હતી.
5/7

વરમાળા અને સાત ફેરા હોટલના આંગણામાં થયા, જેના માટે ખાસ 'બાવડી' તૈયાર કરવામાં આવી હતી.
6/7

મળતી માહિતી મુજબ આ લગ્નમાં બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા, ફિલ્મ નિર્માતાઓ આરતી શેટ્ટી, પૂજા શેટ્ટી અને અમૃતપાલ સિંહ બિન્દ્રા, શાહરૂખ ખાનની મિત્ર કાજલ આનંદ, અભિનેતા કરણ વોહરા અને તેની પત્ની રિયા અને ફિલ્મ નિર્દેશક સકૂન બત્રાએ હાજરી આપી હતી.
7/7

તમને જણાવી દઈએ કે આ કપલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યું હતું અને ઘણીવાર એકબીજા સાથે જોવા મળતું હતું.
Published at : 07 Feb 2023 11:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રાઇમ
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
