શોધખોળ કરો
સાત ફેરા લેતા આલિયાની ખુશી દેખાઈ, રણબીર પણ આલિયાને પ્યારથી જોતો રહ્યો, જુઓ લગ્નના ના જોયેલા ફોટો

રણબીર અને આલિયા
1/8

બોલીવુડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના ફોટો એ રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે કે બસ બધા એની જ ચર્ચા કરી રહ્યા છે. લગ્ન બાદ આલિયા ભટ્ટે સૌથી પહેલાં કેટલાક ફોટો શેર કર્યા હતા. પરંતુ ત્યાર બાદ સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા ફોટો શેર થયા હતા જે વાયરલ થઈ રહ્યા છે.
2/8

નવા ફોટોમાં આલિયા અને રણબીર એક-બીજાને એટલા પ્રેમથી જોઈ રહ્યા છે કે, તમે બસ તેમનું બોન્ડિંગ જોતા રહી જશો.
3/8

આલિયા અને રણબીરે લગ્નના દરેક રીવાજને સારી રીતે માણ્યો હતો. ફોટોમાં સ્પષ્ટ જણાય છે કે આલિયા રણબીર સાથે કેટલી ખુશ છે.
4/8

આલિયા અને રણબીરે લગ્નમાં સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કરેલા કપડાં પહેર્યાં હતાં. આલિયાએ વાઈટ-ગોલ્ડ સાડી પહેરી હતી અને રણબીરે વાઈટ શેરવાની પહેરી હતી. આ કપડાં કપલ ખુબ સુંદર દેખાઈ રહ્યું હતું.
5/8

લગ્ન બાદ બંને એક-બીજાને આંખોમાં આંખો પરોવીને જોતા જ રહ્યા હતા. આ બ્લેક એન્ડ વાઈટ ફોટોને ચાહકોએ ઘણો પસંદ કર્યો છે.
6/8

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા 5 વર્ષથી એક-બીજા સાથે રિલેશનમાં હતાં. બંનેના લગ્ન જોવા રણબીરના પિતા ઋષિ કપૂરનું સપનું હતું
7/8

રણબીર આલિયા અને ભટ્ટ પરિવારનો આ ફોટો ઘણો પસંદ કરાયો હતો. આ ફોટોમાં અયાન મુખર્જી અને કરણ જોહર પણ દેખાઈ રહ્યા છે.
8/8

પોતાના જમાઈ રણબીર સાથે મહેશ ભટ્ટની ખુબજ સારી બોન્ડિંગ જોવા મળી હતી. બંને એકબીજાને પ્રેમથી ગળે મળતા હતા તે સમયનો ફોટો પણ હવે સામે આવ્યો છે.
Published at : 16 Apr 2022 09:38 AM (IST)
આગળ જુઓ
Advertisement