અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પોતાનો સ્પોર્ટ્સ અવતાર ફ્લોન્ટ કર્યો અને ફેન્સને ફિટ રહેવાનો સંદેશ આપ્યો છે. હાલમાં જ મુંબઈમાં શ્રદ્ધા કપૂર શોપિંગ કરતા જોવા મળી હતી. શોપિંગ દરમિયાન અભિનેત્રીનો નો મેક અપ લૂક જોવા મળ્યો અને તેણે પોતાને સિમ્પલ લુક કેરી કર્યો હતો.
2/5
આઉટફિટની વાત કરીએ તો શ્રદ્ધા કપૂરે પ્રિંટેડ શોર્ટ્સ સાથે ટી-શર્ટ અને માસ્ક પહેર્યું હતું. સ્પોર્ટી લૂકમાં શ્રદ્ધા કપૂર ખૂબજ સિમ્પલ લાગી રહી હતી.
3/5
શ્રદ્ધા કપૂર થોડા દિવસો પહેલા પિતરાઈ ભાઈ પ્રિયાંક શર્માના લગ્નમાં પહોંચી હતી. લગ્નમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી હતી. પાર્ટીમાં અભિનેત્રી વ્હાઈટ શરારામાં જોવા મળી.
4/5
હાલમાં જ શ્રદ્ધા કપૂરે પોતાના લગ્નને લઈ રિએક્શન આપ્યું હતું જેમાં તેણે કહ્યું હું નથી જાણતી કે ઈન્ટરનેટ પર શું રિપોર્ટ્સ અને રૂમર્સ ચાલે છે. હું જ્યારે લગ્નનો નિર્ણય કરીશ ત્યારે હું પોતે ફેન્સને તેની જાણકારી આપીશ.
5/5
વર્ક ફ્રંટની વાત કરીએ તો શ્રદ્ધા કપૂર પોતાની આગામી ફિલ્મની શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે. એક્ટ્રેસ નાગિન ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને વિશાલ ફૂરિયાએ બનાવી છે.