પૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન ફરી એકવાર પોતાની અંગત લાઇફના કારણએ ચર્ચામાં છે. બિઝનેસમેન લલિત મોદીએ અભિનેત્રી સાથેની તસવીરો શેર કરી છે અને ખુલાસો કર્યો છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અભિનેત્રી રોહમન શૉલ સાથેના તેના બ્રેકઅપ અને હવે બિઝનેસમેન લલિત મોદી સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હતી. ચાલો જાણીએ સુષ્મિતાની નેટવર્થ કેટલી છે?
2/7
લલિત મોદીએ તાજેતરમાં સુષ્મિતા સેન સાથે ડેટિંગની પુષ્ટી કરી હતી. સુષ્મિતા સેનની ફિલ્મી કારકિર્દી પણ ઘણી શાનદાર રહી છે. કમાણીના મામલામાં સુષ્મિતા ઘણી અભિનેત્રીઓથી આગળ છે.
3/7
સુષ્મિતા સેને ફિલ્મો અને વેબસીરીઝ મારફતે ઘણી કમાણી કરી છે. 18 વર્ષની ઉંમરમાં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી સુષ્મિતા કરોડોની સંપત્તિની માલિક છે.
4/7
તેણીએ વર્ષ 1996 થી 'દસ્તક' થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને અત્યાર સુધી તે ઘણી ફિલ્મો, જાહેરાતો કરી ચૂકી છે. જેના દ્વારા તેણે માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ ઉભી કરી છે.
5/7
સુષ્મિતા સેને ફિલ્મો, વેબ સિરીઝ અને જાહેરાતો દ્વારા ઘણી કમાણી કરી હતી. એક વેબસાઈટ અનુસાર સુષ્મિતા સેનની કુલ સંપત્તિ લગભગ 74 કરોડ રૂપિયા છે.
6/7
સુષ્મિતા સેન લગભગ દર મહિને 60 લાખ રૂપિયાની કમાણી કરે છે. બ્રાન્ડ પ્રમોશન મારફતે પણ તે કરોડોની કમાણી કરે છે. તે જાહેરાતોમાંથી લગભગ 1.5 કરોડ કે તેથી વધુ કમાણી કરે છે.
7/7
ફિલ્મોની વાત કરીએ તો સુષ્મિતા એક ફિલ્મ માટે 3 થી 4 કરોડ રૂપિયા લે છે. તે મોડેલિંગમાંથી પણ ઘણી કમાણી કરે છે.