શોધખોળ કરો
Throwback Bollywood: ...જ્યારે બોલિવૂડના હીરો નંબર વન ને આ ખૂંખાર વિલને સેટ પર માર્યો હતો લાફો
હિન્દી સિનેમાના ઈતિહાસમાં જ્યારે પણ ખલનાયકના પાત્રોનો ઉલ્લેખ થશે ત્યારે અમરીશ પુરીનો ઉલ્લેખ ચોક્કસથી થશે. આજે અમે તમને તેમના વાસ્તવિક જીવનનો એક એવો કિસ્સો જણાવી રહ્યા છીએ જે સાંભળીને તમે દંગ રહી જશો.
ફાઇલ તસવીર
1/8

Bollywood Kissa: હિન્દી સિનેમાના ઈતિહાસમાં જ્યારે પણ ખલનાયકના પાત્રોનો ઉલ્લેખ થશે ત્યારે અમરીશ પુરીનો ઉલ્લેખ ચોક્કસથી થશે. આજે અમે તમને તેમના વાસ્તવિક જીવનનો એક એવો કિસ્સો જણાવી રહ્યા છીએ જે સાંભળીને તમે દંગ રહી જશો.
2/8

અમરીશ પુરી ખૂબ જ સારા અભિનેતા અને મહાન કલાકાર હતા. પરંતુ જે લોકો તેને નજીકથી જાણતા હતા તેમના અનુસાર, તે માત્ર રીલ લાઈફમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ ખૂબ જ દબંગ હતા. જે રીતે તેમણે હિન્દી ફિલ્મોમાં ખતરનાક વિલનના પાત્રો ભજવીને દર્શકોને ડરાવી દીધા હતા એ જ રીતે રિયલ લાઈફમાં પણ ફિલ્મ સ્ટાર્સ તેમના ગુસ્સાથી ધ્રૂજતા હતા.
3/8

અમરીશ પુરીનું નિધન વર્ષ 2005માં મુંબઈમાં થયું હતું. આજે અમે તમને આવી જ કેટલીક વાતો જણાવીશું.
4/8

અમરીશ પુરીએ ચાલીસ વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હતી. સરકારી નોકરી છોડીને સિનેમેટોગ્રાફર બનેલા અમરીશ પુરીનો જન્મ વર્ષ 1932માં પંજાબના નવાંશહરમાં થયો હતો.
5/8

અમરીશ પુરીને બોલિવૂડમાં કામ કરવાનું પસંદ હતું. મજબૂત કદ અને ભારે, શક્તિશાળી અવાજે તેમને અન્ય કરતા અલગ બનાવ્યા હતા. મોટા પડદા પર ખલનાયક તરીકેની તેમની એન્ટ્રી દરેકને ઉત્સાહથી ભરી દેતી હતી. ખાસ વાત એ છે કે સામાન્ય રીતે લોકો વાસ્તવિક જીવનમાં પણ તેમનાથી થોડું અંતર રાખતા હતા.
6/8

એકવાર ગુસ્સામાં અમરીશ પુરીએ સુપરસ્ટાર ગોવિંદાને લાફો મારી દીધો હતો. વાસ્તવમાં ગોવિંદા સ્ટાર બની ગયો હતો અને ઘણીવાર શૂટિંગ માટે મોડો આવવા લાગ્યો હતો. સમયના પાબંદ અમરીશ પુરીને આ વાત પસંદ નહોતી.
7/8

આવા જ એક શૂટિંગ દરમિયાન સેટ પર સવારે 9 વાગ્યે શૂટિંગ શરૂ થવાનું હતું. સેટ પર બધા હાજર હતા પરંતુ પોતાની આદતથી મજબૂર ગોવિંદા સેટ પર મોડો પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુસ્સામાં લાલ અમરીશ પુરીએ ગોવિંદાને ઠપકો આપ્યો હતો અને થપ્પડ પણ મારી હતી. આ ઘટના બાદ બંને કલાકારો વચ્ચે અણબનાવ થયો હતો અને બંનેએ ફરી ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું નથી.
8/8

આમિર ખાન સાથે પણ આવું જ થયું હતું. આમિર ખાન એક ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો હતો અને તેણે સેટ પર અમરીશ પુરીને અટકાવ્યા હતા. જે બાદ ગુસ્સામાં આવેલા અમરીશ પુરીએ તેને જોરદાર ઠપકો આપ્યો હતો.
Published at : 20 Jun 2023 11:35 AM (IST)
આગળ જુઓ
Advertisement





















