બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા 17 એપ્રિલે બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી.
2/8
આ તસવીરો જોઇને લોકો અંદાજ લગાવી રહ્યા છે કે શાહરૂખ ઉર્વશી સાથે રોમાન્સ કરતો જોવા મળી શકે છે.
3/8
જ્યારે ઉર્વશીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, મને લાગે છે કે મારા ફેન્સ મને એટલો પ્રેમ કરે છે કે તેઓ હવે મને ઓળખે છે. હું ખરેખર શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરવાની તકની રાહ જોઈ રહી છું. આ તમામ એક્ટ્રેસનું સપનું હોય છે. આશા છે કે તે જલદી પૂર્ણ થશે.
4/8
ઉર્વશીએ મિસ દિવા યુનિવર્સ 2015નો તાજ જીત્યો હતો. બાદમાં મિસ યુનિવર્સ 2015 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઉર્વશી સોશિયલ મીડિયા પર 48 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.
5/8
રૌતેલાએ કહ્યું કે તે ફક્ત તેના ચાહકોનું દિલ જીતવા માંગે છે. અભિનેત્રીએ કહ્યું કે તેઓ તેમના પરિવારના સભ્યો જેવા જ છે.
6/8
એક્ટ્રેસ અમેરિકન ગાયક-ગીતકાર જેસન ડેરૂલો સાથે મ્યૂઝિક વીડિયોમાં જોવા મળશે.
7/8
તે સિવાય રણદીપ હુડ્ડા સાથે એક બોલિવૂડ ફિલ્મ ઇન્સ્પેક્ટર અવિનાશમાં દેખાશે.