શોધખોળ કરો
12th Fail થી લઈને સેક્ટર 36 સુધી, વિક્રાંત મૈસીની આ ફિલ્મોને જોઈ લો આ ઓટીટી પ્લેટફોર્મ પર
12th Fail થી લઈને સેક્ટર 36 સુધી, વિક્રાંત મૈસીની આ ફિલ્મોને જોઈ લો આ ઓટીટી પ્લેટફોર્મ પર
વિક્રાંત મૈસી
1/8

વિક્રાંતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપી છે. તેણે પોસ્ટમાં લખ્યું- હલો, છેલ્લા કેટલાક વર્ષો અને ત્યારના વર્ષો શાનદાર રહ્યા છે. તમારા નિરંતર સમર્થન બદલ હું આપ સૌનો આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, મને અહેસાસ થઈ રહ્યો છે કે હવે રિકેલિબ્રેટ કરવાનો અને ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે.એક પતિ, પિતા અને પુત્રના રુપમાં અને અભિનેતા તરીકે પણ.
2/8

વિક્રાંતે આગળ લખ્યું - આપણે આગામી 2025માં છેલ્લી વાર એકબીજાને મળીશું. જ્યાં સુધી સમય યોગ્ય ન સમજે. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો. ફરીથી આભાર, આ દરમિયાન દરેક વસ્તુ હંમેશા ઋણી.
3/8

આજે અમે તમને વિક્રાંતની કેટલીક શાનદાર ફિલ્મો વિશે જણાવીએ જે તમે OTT પર જોઈ શકો છો. આ વર્ષે, વિક્રાંતની ફિલ્મ સેક્ટર 36 નેટફ્લિક્સ પર જોઈ શકાય છે.
4/8

વિક્રાંત મેસીની ગેસલાઈટ સારા અલી ખાન અને ચિત્રાંગદા સિંહ સાથે આવી હતી. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાય છે.
5/8

મિર્ઝાપુરમાં બબલુ પંડિતનું પાત્ર ભજવીને વિક્રાંત મેસીએ સૌને ચોંકાવી દીધા હતા. પ્રથમ સિઝનમાં તેના મૃત્યુ પછી ચાહકો ખૂબ જ દુઃખી હતા. તમે પ્રાઇમ વિડિયો પર મિર્ઝાપુર જોઈ શકો છો.
6/8

વિક્રાંતે દીપિકા પાદુકોણ સાથે છપાકમાં કામ કર્યું હતું. તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ ફિલ્મ જોઈ શકો છો.
7/8

વિક્રાંત મેસીની 12th Fail બાદ તેની કારકિર્દીમાં ભારે ઉછાળો આવ્યો છે. આ ફિલ્મે તેને એક અલગ ઓળખ આપી છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાય છે.
8/8

તાજેતરમાં વિક્રાંતની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની OTT રીલીઝ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
Published at : 02 Dec 2024 01:00 PM (IST)
આગળ જુઓ
Advertisement




















