શોધખોળ કરો
Vikrant Massey Net Worth: ખૂબ જ શાનદાર લાઈફ જીવે છે વિક્રાંત મૈસી, '12th Fail' એક્ટરની નેટવર્થ જાણી ચોંકી જશો
Vikrant Massey Net Worth: ખૂબ જ શાનદાર લાઈફ જીવે છે વિક્રાંત મૈસી, '12th Fail' એક્ટરની નેટવર્થ જાણી ચોંકી જશો

વિક્રાંત મૈસી
1/6

બોલિવૂડ અભિનેતા વિક્રાંત મૈસીએ સોમવારે વહેલી સવારે અભિનયમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. 12th ફેલ અભિનેતાએ તેમના ચાહકોને તેમના સમર્થન માટે આભાર માન્યો અને કહ્યું કે જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, મને અહેસાસ થઈ રહ્યો છે કે હવે રિકેલિબ્રેટ કરવાનો અને ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે.એક પતિ, પિતા અને પુત્રના રુપમાં અને અભિનેતા તરીકે પણ.આ સાથે અભિનેતાની જીવનશૈલી અને નેટવર્થની પણ ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ વિક્રાંત પાસે કેટલી સંપત્તિ છે.
2/6

વિક્રાંત મેસીએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત ટીવીથી કરી અને પછી તેણે ઝડપથી બોલીવુડ અને ઓટીટીમાં પોતાની જાતને સ્થાપિત કરી. હાલમાં, અભિનેતા તેની તાજેતરની રિલીઝ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ માટે ચર્ચામાં છે.
3/6

વિક્રાંતે તેની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી સંપત્તિ પણ કમાઈ છે. અભિનેતા પાસે ઘણી મોંઘી વસ્તુઓ પણ છે. ઇ ટાઇમ્સના અહેવાલો અનુસાર, વિક્રાંતની કુલ સંપત્તિ 20 કરોડથી 26 કરોડ રૂપિયાની વચ્ચે છે.
4/6

અભિનેતા કથિત રીતે દરેક પ્રોજેક્ટ માટે 1 કરોડથી 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. વિક્રાંતની મોટાભાગની આવક ફિલ્મો અને વેબ શો તેમજ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સમાંથી આવે છે.
5/6

2020 માં, વિક્રાંતે મુંબઈમાં એક આલિશાન સી-ફેસિંગ ઘર ખરીદ્યું. અહીં તે તેની પત્ની શીતલ ઠાકુર અને પુત્ર વરદાન સાથે રહે છે. તેણે અગાઉ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "મારી સામે સમુદ્ર છે. તે 180-ડિગ્રી સમુદ્રનો નજારો છે જ્યાં હું દરરોજ પ્રકૃતિની કળા જોઉં છું."
6/6

વિક્રાંત પાસે ઘણી લક્ઝરી કાર પણ છે, જેમાં રૂ. 1.16 કરોડની મર્સિડીઝ બેન્ઝ જીએલએસ, રૂ. 60 લાખની કિંમતની વોલ્વો S90 અને મારુતિ સ્વિફ્ટ ડિઝાયરનો સમાવેશ થાય છે. એટલું જ નહીં તેની પાસે 12 લાખ રૂપિયાની ડુકાટી મોન્સ્ટર મોટરસાઇકલ પણ છે.
Published at : 02 Dec 2024 04:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
