નાણાં મંત્રાલય ગરીબોને આપી રહ્યું છે પૈસા! જો તમને પણ WhatsApp આવો મેસેજ આવો તો ચેતીજજો
Technology: આ દિવસોમાં વોટ્સએપ પર એક ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાણાં મંત્રાલય ગરીબોને આર્થિક મદદ કરી રહ્યું છે. સરકારે આ મેસેજને ખોટો ગણાવ્યો છે.

WhatsApp પર સમયે સમયે કેટલાક નકલી મેસેજ વાયરલ થતા રહે છે. હવે એક નવો સંદેશ આવી રહ્યો છે કે સરકાર ગરીબોને આર્થિક મદદ કરી રહી છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે નાણાં મંત્રાલય ગરીબ વ્યક્તિને 46,710 રૂપિયાની નાણાકીય મદદ આપી રહ્યું છે. જો તમને પણ આ મેસેજ મળ્યો હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ લોકોની અંગત માહિતી એકત્રિત કરવા માટે ચલાવવામાં આવી રહેલ કૌભાંડ છે. સરકારે આ અંગે લોકોને ચેતવણી આપી છે.
A #WhatsApp message with a link claims to offer financial aid of ₹46, 715 to the poor class in the name of the Ministry of Finance and, is further seeking the recipient's personal details#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) February 26, 2025
✔️ This message is #FAKE
✔️@FinMinIndia has announced no such aid! pic.twitter.com/XHYfNAwhb5
નાણા મંત્રાલયે આવી કોઈ યોજના ચલાવી નથી
સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ વાયરલ મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને મેસેજમાં કરવામાં આવેલા દાવાઓને નકારી કાઢ્યા છે. સરકારે કહ્યું છે કે ગરીબો માટે નાણાકીય મદદનો દાવો કરતો એક લિંક સાથેનો સંદેશ વોટ્સએપ પર મોકલવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, મેસેજ વાંચનાર વ્યક્તિની વ્યક્તિગત વિગતો પૂછવામાં આવી રહી છે. આ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે. નાણા મંત્રાલયે આવી કોઈ યોજનાની જાહેરાત કરી નથી.
ફેક મેેસેજની ભરમાર
વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા ખોટા મેસેજની ભરમાર છે. આવા મેસેજ સમયાંતરે વાયરલ થાય છે અને ઘણા લોકો તેમના પર વિશ્વાસ કરીને પોતાને નુકસાન પહોંચાડે છે. તાજેતરમાં, આવો જ બીજો એક મેસેજ વાયરલ થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ટેક્સ ચૂકવવો પડશે નહીં. સરકારે લોકોને આવા મેસેજથી સાવધ રહેવા અપીલ કરી છે.
આ સાયબર ગુનેગારોની જાળ છે
આજકાલ સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. સાયબર ગુનેગારો સરકારી યોજનાઓ અથવા અન્ય આકર્ષક વાયજાઓ વિશે મેસેજ મોકલીને લોકોને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરે છે. આ મેસેજમાંની લિંક્સ પર ક્લિક કરવાથી ઘણું નુકસાન થઈ શકે છે. તેથી, સોશિયલ મીડિયા પર દેખાતી લલચાવનારી જાહેરાતોનો શિકાર ન બનો અને કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી આવતા કોઈપણ મેસેજ કે ઈમેલમાં આપેલી કોઈપણ લિંક પર ક્લિક ન કરો.
આ પણ વાંચો....





















