Surat Texttile Market Fire: 450 દુકાનો બળીને ખાખ, વેપારીઓ રડી પડ્યા | Abp Asmita | 27-2-2025
Surat Texttile Market Fire: 450 દુકાનો બળીને ખાખ, વેપારીઓ રડી પડ્યા | Abp Asmita | 27-2-2025
સુરતના શિવશ્કિત ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરી રોજ આગની ઘટના બની હતી. જે બાદ ગતરોજ સવારે 7 વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી હતી. લગભગ 24 કલાકથી ઉપર જેટલો સમય થઈ ગયો હોવા છતાં આગ હજુ પણ કાબૂ બહાર હોવાનું જણાઈ રહ્યું છે.
800થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે, ત્યારે ભીષણ આગમાં 30થી 40 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ આગને કાબુમાં લેવા માટે તંત્ર દ્વારા ટર્ન ટેબલ લેડર મશીનથી કામગીરી શરૂ કરવામાં આવી છે.



















