Kutch: પઠાણી ઉઘરાણી કરતા કુખ્યાત ભાઈ બહેનોની ત્રિપુટી પાસા હેઠળ કરી દેવાયા જેલ ભેગા, જુઓ વીડિયોમાં
Kutch: પઠાણી ઉઘરાણી કરતા કુખ્યાત ભાઈ બહેનોની ત્રિપુટી પાસા હેઠળ કરી દેવાયા જેલ ભેગા, જુઓ વીડિયોમાં
કચ્છમાં વ્યાજખોરી પઠાણી ઊઘરાણી બદલ અંજારના કુખ્યાત ભાઈ બહેનોની ત્રિપુટી પાસામાં ધકેલાઈ ગઈ છે.. અંજારમાં વ્યાજખોરી માટે કુખ્યાત ગોસ્વામી બંધુ અને બે બહેનની ત્રિપુટી પર પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક બાદ હવે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે..આરતી ઈશ્વરગર ગોસ્વામી, તેની બહેન રીયા અને ભાઈ તેજસ ત્રણે સામે વ્યાજખોરીના વિવિધ ગુનાનો ઈતિહાસ હોઈ પોલીસે ૬-૦૯-૨૦૨૪ના રોજ ત્રણે પર ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી લીધી છે.. રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર સગા ભાઈ બહેનોની ત્રિપુટીને ગેરકાયદે વ્યાજે નાણાં ધીરધાર અને પઠાણી ઉઘરાણીની પ્રવૃત્તિ બદલ ગુજસીટોકમાં ધકેલાઈ હતી. થોડાક મહિના ત્રણે વારાફરતી જામીન પર બહાર આવી ગયાં હતા..




















