કોણ હશે એકતા કપૂરના શોની આગામી નાગિન? આ સવાલ શોના તમામ ફેન્સને થઇ રહ્યો હશે. શોનો પ્રોમો આઉટ થઇ ગયો છે. ફેન્સની એક્સાઇટમેન્ટ ડબલ થઇ ગઇ છે. એકતા કપૂર પણ નાગિન 6 ને અગાઉથી વધુ ગ્રાન્ડ અને હિટ બનાવવા માટે ખાસ તૈયારીઓ કરી રહી છે. નાગિન 6ને લઇને ક્યા સ્ટાર્સના નામોની ચર્ચા થઇ રહી છે જેની અહી જાણકારી આપવામાં આવી છે.
2/7
નાગિન 6 માટે ટીવી એક્ટ્રેસ માહિરા શર્માનું નામ ચર્ચામાં છે. શોના મેકર્સે માહિરા શર્માને લીડરોલ માટે એપ્રોચ કરાઇ છે.
3/7
બિગ બોસની પૂર્વ સ્પર્ધક ઇશાન સહગલને નાગિન 6 માટે એપ્રોચ કરાયો હતો. જોકે એ સ્પષ્ટ નથી કે શોના લીડ રોલ માટે કે સેકન્ડ હિરો માટે તેનો સંપર્ક કરાયો હતો.
4/7
નાગિન 6ની લીડ એક્ટ્રેસ માટે કોઇ નામ સૌથી વધુ ચર્ચામાં છે તે ટીવીની એક્ટ્રેસ રૂબીના દિલૈક છે.ફેન્સ ઇચ્છે છે કે આ વખતે રૂબીના ટીવીની નાગિન બને.
5/7
એક રિપોર્ટ અનુસાર એકતા કપૂરે એક્ટ્રેસ મહક ચહલને નાગિન 6 માટે ફાઇનલ કરી દીધી છે. જોકે, આ મામલે સત્તાવાર જાહેરાત કરાઇ નથી.
6/7
ટીવી એક્ટર શાહીર શેખનું નામ શોના લીડ એક્ટર તરીકે ચર્ચાઇ રહ્યું છે. શેખે આ મામલે કોઇ જાણકારી આપી નથી.
7/7
શાહીર શેખ સિવાય લીડ એક્ટર અર્જુન બિજલાની અને પર્લ વી પુરીનું નામ પણ ચર્ચામાં છે.