હાલમાં ખેસારી લાલ યાદવ તેની આગામી ફિલ્મ 'બોલ રાધા બોલ'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં ખેસારી લાલ સાથે મેઘાશ્રી જોવા મળશે.
2/7
મેઘાશ્રી ફિલ્મ 'બોલ રાધા બોલ'ને લઈને ઘણી ચર્ચામાં છે. મેઘાશ્રી ભોજપુરી ઈન્ડસ્ટ્રી માટે નવો ચહેરો છે. તેથી જ ફિલ્મ જોતા પહેલા ખેસારી લાલ યાદવની અભિનેત્રી વિશે પણ જાણી લઇએ.
3/7
મેઘાશ્રી ભોજપુરી ઈન્ડસ્ટ્રી માટે નવો ચહેરો હોઇ શકે છે પરંતુ તે સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી છે, જેની સારી ફેન ફોલોઈંગ છે. એક્ટ્રેસ હોવા ઉપરાંત તે સર્ટિફાઇડ યોગ ટ્રેનર પણ છે.
4/7
ખેસારી લાલ યાદવની અભિનેત્રી મેઘાનો જન્મ 1997માં કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. મેઘાશ્રીને બાળપણથી જ અભિનયનો ખૂબ શોખ હતો. મોટી થતાં તેણીએ એક્ટિંગમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું અને 2015 માં 'પંચમુખી' સાથે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.
5/7
મેઘાશ્રીએ ઓલ્ડ મોન્ક અને દશરથ જેવી ફિલ્મોમાં કામ કરીને કન્નડ ફિલ્મોમાં એક અલગ ઓળખ ઉભી કરી છે.
6/7
કન્નડ ફિલ્મોમાં અભિનયની શરૂઆત કર્યા પછી મેઘાશ્રી હવે ભોજપુરી ફિલ્મોમાં તેના ડેબ્યુ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. તે ખેસારી લાલ યાદવ સાથે બોલિવૂડ ફિલ્મ 'બોલ રાધા બોલ'ની ભોજપુરી સિક્વલમાં જોવા મળશે.
7/7
તાજેતરમાં જ આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો, જે ચાહકોમાં પણ ઘણો લોકપ્રિય થયો હતો. આ સાથે કૃષ્ણ-રાધા બનેલી ખેસારી લાલ અને મેઘાશ્રીની જોડીને પણ ઘણી પ્રશંસા મળી છે.