શોધખોળ કરો
Photos: બૉલીવુડ સ્ટાર્સની ભીડ વચ્ચે શ્લોકા મહેતાની બહેન Diya Mehtaએ લૂંટી લાઇમલાઇટ, તસવીરો જોઇને તમે પણ કહેશો વાહ !
શ્લોકા મહેતાની બહેન દીયા મહેતાએ આમાં તમામ લાઇમલાઇટ લૂંટી લીધી હતી

ફાઇલ તસવીર
1/15

Diya Mehta Photos: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ સેરેમનીમાં બૉલીવુડ સ્ટાર્સનો જમાવડો જામ્યો હતો. શ્લોકા મહેતાની બહેન દીયા મહેતાએ આમાં તમામ લાઇમલાઇટ લૂંટી લીધી હતી. તેની તસીવરો પણ હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.
2/15

અંબાણી પરિવારના એનએમએસીસી ઇવેન્ટમાં આમ તો કેટલયા સેલેબ્સે ગ્લેમરનો તડકો લગાવ્યો હતો, પરંતુ આ બધાની વચ્ચે અંબાણી ખાનદાનની મોટી વહુ શ્લોકા મહેતાની બહેન દીયા મહેતાએ ખુબ ચર્ચા જગાવી હતી.
3/15

NMACCની લૉન્ચિંગ સેરેમનીમાં શ્લોકા મહેતાની બહેન દીયા મહેતાએ બ્લૂ, ગૉલ્ડન અને રેડ કૉમ્બિનેશનની પટોલા સાડી પહેરી હતી, જેને ગૉલ્ડન બ્લાઉઝની સાથે પેર કર્યુ હતુ.
4/15

પોતાની તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં દીયા મહેતાએ લખ્યું- જ્યારે પરફેક્ટ આઉટફિટ સિલેક્શનની વાત આવે છે, તો હું સતત એવો લૂક લેવાની કોશિશ કરું છું, જે એ રિપ્રેઝન્ટ કરે કે હું કોણ છું. મને આઉટફિટ્સને મિક્સ એન્ડ મેચ કરવા અને એક યૂનિક પરંતુ ચિક વાઇબ ક્રિએટ કરવાનુ પસંદ છે.
5/15

દીયા મહેતાએ આગળ લખ્યું- ગઇ રાત્રે એનએમએસીસીની ઓપનિંગ સેરેમની આર્ટિસ્ટને સેલિબ્રેટ કરવા માટે હતી, અને મારા ઇન્ડિયન કલ્ચરને રિપ્રેઝન્ટ કરવા માટે પટોલા સાડીથી બેસ્ટ શું હોઇ શકે છે. આ ગૉર્ઝિયસ આઉટફિટની સાથે અબૂ જાની- સંદીપ ખોંસલાના બ્લાઉઝે મારુ ધ્યાન એટ્રેક્ટ કર્યુ, અને મને ખબર હતી કે મારે આને એક સાથે પેર કરવાનું છે.
6/15

પોતાના સાડી લૂકને દીયા મહેતાએ મિનિમલ જ્વેલરી, એક સ્ટેટમેન્ટ ક્લચની સાથે કમ્પલેટ કર્યો હતો, આ દરમિયાન પોતાની પ્રેગનન્ટ બહેન અને જીજુ આકાશ અંબાણીની સાથે પણ તસવીરો ક્લિક કરાવી.
7/15

એનેમએસીસી ઇવેન્ટના બીજા દિવસે શ્લોકા મહેતાની બહેને લેંઘો પહેરેલો હતો.
8/15

પોતાની તસવીરોને શેર કરતાં દીયા મહેતાએ ઇન્સ્ટાગ્રામ પર કેપ્શનમાં લખ્યુ- જે મિનીટે હું એનએમએસીસીના બીજા દિવસે થીમ સાંભળી હતી, તો મને ખબર હતી કે હું ઇન્ડિયન કલ્ચર અને વારસાથી ઇન્સ્પાયર એક કન્ટેમ્પરરી લૂક ઇચ્છુછું. ...ત્યારે મે મૉડર્ન ઇન્ડિયન બ્રાઇડ વિશે વિચાર્યું.
9/15

દિયા મહેતાએ આગળ લખ્યું, “મેં પરંપરાગત લાલ રંગને બદલે પેસ્ટલ પિંક લેંઘો પહેરવાનું નક્કી કર્યું. રંગબેરંગી ફ્લૉરલ અને ફેધર મૉટિફ સાથેનું ગૉલ્ડ જાડાઉ વર્ક મારા માટે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.”
10/15

દિયા મહેતા આગળ લખે છે, “મેં લુકને કમ્પ્લેટ કરવા માટે મેં એક ટ્રેડિશનલ 'માંગ ટિકા', 'નથ' અને થોડીક હીરાની બંગડીઓની જોડી. આ પોશાક ખૂબ આરામદાયક છે અને મને તે ગમે છે."
11/15

દિયાની NMACC ઈવેન્ટની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેના આ લૂક ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
12/15

દિયાએ તેની પ્રેગનન્ટ બહેન શ્લોકા મહેતા સાથે ખુબ પૉઝ પણ આપ્યા હતા, આ તસવીરમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.
13/15

સ્ટાઈલની વાત કરીએ તો અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાની બહેન દિયા મોટી મોટી અભિનેત્રીઓ ટક્કર મારે છે.
14/15

દિયા મહેતા પરિણીત છે અને તેણે એપ્રિલ 2017માં આયુષ જાટિયા સાથે લગ્ન કર્યા હતા. આયુષ જાટિયા હાર્ડકેસલ રેસ્ટોરન્ટ (McD India Franchise) ના MD છે.
15/15

દિયા મહેતા અને શ્લોકા મહેતા બિઝનેસમેન રસેલ અરુણ ભાઈ મહેતાની દીકરીઓ છે. દિયા મહેતાએ મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને બાદમાં લંડનની કૉલેજમાં ફેશન કૉમ્યુનિકેશન કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર તેના 1 લાખથી વધુ ફોલૉઅર્સ છે અને તે સોશ્યલ મીડિયા વેબસાઈટ પર મૉડલ છે.
Published at : 04 Apr 2023 03:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
