કોરોના સંક્રમણના કારણે 2020 તમામ ઇન્ડસ્ટ્રી માટે ખરાબ સાબિત થયું. આ વર્ષ બોલિવૂડ માટે પણ ખરાબ ગયું. લોકડાઉનના કારણે ફિલ્મનું શૂટિંગ રોકી દેવાયું હતું તો થિયેટરને પણ તાળા લાગી ગયા હતા. જેના કારણે ફિલ્મો રીલિઝ ન થઇ શકે, કેટલીક ફિલ્મો બાદમાં ઓટીટી પર રીલિઝ કરવામાં આવી હતી. હાલ સમગ્ર દેશ ફરી ધીરે ધીરે પટરી પર આવાની કોશિશમાં છે ત્યાં ફરી કોરોના વાયરસે માથું ઉચક્યું છે. સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. 2021ની શરૂઆતથી બોલિવૂડ સેલેબ્સ પણ સંક્રમિત થઇ રહ્યાં છે. તો ચાલો જાણીએ વર્ષ 2021માં ક્યા સેલેબ્સનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો.
2/9
હાલ મોડલ એક્ટર મિલિંદ સોમનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુરૂવારે તેમણે ઇન્સ્ટાગ્રામ દ્વારા માહિતી આપતા લખ્યું કે, ‘કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હું હોમ ક્વોરોન્ટાઇ છું’
3/9
બોલિવૂડ સુપરસ્ટાર આમિરખાનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ પણ હાલ હોમોક્વોરોન્ટાઇ છે અને કોવિડના નિયમોનું પાલન કરી રહ્યાં છે.
4/9
સિદ્ધાર્થ ચતુર્વદીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
5/9
23 માર્ચ 2021એ બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને સોશિયલ મીડિયા દ્રારા માહિતી આપી હતી કે, તેઓ કોરોના સંક્રમિત થયા છે. હાલ તે હોમ આઇસોલેશનમાં છે
6/9
9 માર્ચ 2021એ નીતૂ કપૂરે સોશિયલ મીડિયા દ્રારા માહિતી આપી હતી કે, ‘રણબીરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
7/9
માર્ચના બીજા સપ્તાહમાં બોલિવૂડ અભિનેતા મનોજ વાજપેયી પણ કોરોના સંક્રમિત થયા હતા.
8/9
બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયા માર્ચના પહેલા સપ્તાહમાં કોરોના સંક્રમિત થઇ હતી. હાલ તેમની તબિયત સુધારા પર છે.
9/9
સતીશ કોશિકનો કોરોના રિપોર્ટ પણ માર્ચમાં પોઝિટિવ આવ્યો છે. તેઓ હોમક્વોરોન્ટાઇ હતા જો કે તબિયત વધુ ખરાબ થતા તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા.