શોધખોળ કરો
પતિ અજય દેવગણ પહેલા આ એક્ટરને પ્રેમ કરતી હતી કાજોલ, પરંતુ વ્યક્ત ન કરી શકી ફીલિંગ
અભિનેત્રી કાજોલ અને અજય દેવગનની જોડી બી-ટાઉનમાં ઘણી લોકપ્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે અજય પહેલા કાજોલ કોઈ બીજા અભિનેતાને દિલ દઇ ચૂકી હતી. પરંતુ તે તેમની ફિલીંગ વ્યક્ત ન હતી કરી શકી.

તસવીર ઇન્સ્ટામાંથી
1/6

Kajol Love Story: અભિનેત્રી કાજોલ અને અજય દેવગનની જોડી બી-ટાઉનમાં ઘણી લોકપ્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે અજય પહેલા કાજોલ કોઈ બીજા અભિનેતાને દિલ દઇ ચૂકી હતી. પરંતુ તે તેમની ફિલીંગ વ્યક્ત ન હતી કરી શકી.
2/6

કાજોલે હિન્દી સિનેમાને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેમના કામના શરૂઆતના સમયમાં અભિનેત્રી એક અભિનેતાની દિવાની હતી. આ વાતનો ખુલાસો પ્રખ્યાત ફિલ્મમેકર કરણ જોહરે કર્યો છે. જે વર્ષોથી કાજોલના બેસ્ટ ફ્રેન્ડ છે.
3/6

કરણે એ પણ જણાવ્યું કે વર્ષ 1991માં રિલીઝ થયેલી ફિલ્મ 'હિના'ના પ્રીમિયરમાં તેણે કાજોલને અક્ષયને શોધવામાં મદદ કરી હતી. પરંતુ કાજોલે ક્યારેય અક્ષયની સામે પોતાની ફિલિંગ વ્યક્ત કરી શકી નહતી
4/6

જણાવી દઈએ કે કાજોલ અને અક્ષય કુમારની જોડી ફિલ્મ 'દીવાનગી'માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.
5/6

ત્યારબાદ અજય દેવગન કાજોલના જીવનમાં પ્રવેશ્યો અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. જે બાદ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. આજે આ યુગલ બે બાળકોના માતા-પિતા છે.
6/6

હાલમાં જ કાજોલ વેબ સિરીઝ 'ધ ટ્રાયલ'માં જોવા મળી હતી. જેમાં તેણે તેની વર્ષો જૂની નો કિસિંગ પોલિસી તોડી અને તેના કો-સ્ટાર સાથે સેન્સ્યુસ કિસિંગ સીન આપ્યા.
Published at : 28 Jul 2023 07:32 AM (IST)
આગળ જુઓ
Advertisement