શોધખોળ કરો
(Source: Poll of Polls)
Lata Mangeshkar Death Anninversary: લતા મંગેશકરની પુણ્યતિથિ પર સેન્ડ આર્ટિસ્ટે બનાવી 6 ફૂટની પ્રતિકૃતિ, જાણો શું લખ્યું
Lata Mangeshkar Death Anninversary: બોલિવૂડની કોકિલ કંઠી તરીકે ઓળખાતી ભારત રત્ન લતા મંગેશકરની આજે પ્રથમ પુણ્યતિથિ છે. 6 જાન્યુઆરી, 2022ના રોજ 92 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. (તસવીરઃ ANI)
લતા મંગેશકર પુણ્યતિથિ
1/7

સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓડિશાના પુરીમાં પુરી નીલાદ્રી બીચ પર સેન્ડ આર્ટ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. (તસવીરઃ ANI)
2/7

આ સેન્ડ આર્ટમાં લતા મંગેશકરની પ્રતિકૃતિ અને ગ્રામોફોનની પ્રતિકૃતિ બનાવી છે. (તસવીરઃ ANI)
3/7

આ સાથે સુદર્શન પટનાયકે સેન્ડ આર્ટમાં 'મેરી આવાઝ હી મેરી પહેચાન' લખ્યું છે. (તસવીરઃ ANI)
4/7

ભારત રત્નથી સમ્માનિત, લતા મંગેશકરે ખૂબ જ નાની ઉંમરે તેમના અવાજ અને તેમની કંઠ્ય પ્રેક્ટિસથી ગાવામાં નિપુણતા મેળવી હતી. (તસવીરઃ ANI)
5/7

લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી, 2022ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.
6/7

લતા મંગેશકરને ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિત અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે.
7/7

ગત વર્ષે લતા મંગેશકરના નિધન વખતે દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
Published at : 06 Feb 2023 09:51 AM (IST)
આગળ જુઓ
Advertisement





















