શોધખોળ કરો
હાર્દિક સાથે લગ્ન પહેલા આ સેલિબ્રિટી સાથે રિલેશનશિપમાં હતી નતાશા
સ્ટાર ઓલરાઉન્ડર અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. અભિનેત્રી અને હાર્દિકની પત્નીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પંડ્યા અટક હટાવી દીધી છે.

નતાશા સ્ટાનકોવિક
1/7

આ કારણે અટકળો લગાવવામાં આવી રહી છે કે હાર્દિક પંડ્યા અને નતાશા વચ્ચે બરાબર નથી.
2/7

હાર્દિક સાથે લગ્ન પહેલા વર્ષ 2014 માં, નતાશા સ્ટેનકોવિક બિગ બોસ 14 ફેમ અલી ગોની સાથેના સંબંધોને કારણે ચર્ચામાં હતી. પરંતુ થોડા વર્ષો પછી આ કપલ અલગ થઈ ગયું.
3/7

તેમના અલગ થવા વિશે વાત કરતા અલીએ ખુલાસો કર્યો હતો કે, 'અમે બંને ખૂબ જ અલગ ધર્મ અને સંસ્કૃતિના છીએ. બંને વચ્ચે ઘણો તફાવત હતો. આ કારણે અમે અલગ થઈ ગયા.
4/7

અલી ગોની અને નતાશાએ તેમના બ્રેકઅપ બાદ ડાન્સ રિયાલિટી શો નચ બલિયેમાં ભાગ લીધો હતો. આ શોમાં ફક્ત તે જ લોકો ભાગ લેવાના હતા જેઓ પહેલા રિલેશનશિપમાં હતા, તેથી જ બંનેએ એક્સેસ તરીકે આ શોમાં ભાગ લીધો હતો
5/7

આ સિઝનમાં નતાશા અને અલી ફિનાલેમાં રનર અપ રહ્યા હતા. નતાશા સ્ટેનકોવિક વ્યવસાયે મોડલ અને ડાન્સર છે. ડીજે વાલે બાબુ ગીત માટે નતાશા સૌથી વધુ ચર્ચામાં રહી હતી.
6/7

નતાશા ટીવી શો 'બિગ બોસ સીઝન 8'નો પણ ભાગ રહી ચૂકી છે. નતાશા સર્બિયાની રહેવાસી છે. તેણે પોતાનો અભ્યાસ સર્બિયામાં જ પૂરો કર્યો.
7/7

નતાશાએ ઘણી હિન્દી ફિલ્મોમાં આઈટમ ડાન્સ કર્યો છે. બીજી તરફ, 31 ડિસેમ્બર 2020 ના રોજ, હાર્દિક અને નતાશાએ એકબીજાને કાયમ માટે પોતાના બનાવી લીધા.
Published at : 24 May 2024 06:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
