શોધખોળ કરો
સાઉથની આ હૉટ એક્ટ્રેસને અમિતાભ બચ્ચન સાથે કામ મળતા માતા-પિતા પણ ચોંક્યા, એક્ટ્રેસ બોલી- નથી કરી શકતા વિશ્વાસ, જુઓ તસવીરો
Rashmika_Mandanna_09
1/6

નવી દિલ્હીઃ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ રશ્મિકા મંદાના હાલના સમયમાં સાતમા આસમાને છે. તે અત્યારે પોતાની આગામી ફિલ્મ 'ગુડબાય'નુ શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે મહાનાયક અમિતાભ બચ્ચન પણ દેખાશે. તાજા ઇન્ટરવ્યૂમાં રશ્મિકા મંદાનાએ જણાવ્યુ કે તેના પરિવારજનો અને માતાપિતાનુ રિએક્શન કેવુ હતુ, જ્યારે તેમને જાણ થઇ કે તે અમિતાભ બચ્ચન સાથે શૂટિંગ કરી રહી છે.
2/6

પિન્કવિલા સાથે વાત કરતા એક્ટ્રેસે કહ્યું- અમિતાભ બચ્ચન- આ નામ પોતાની જાતથી સન્માનિત છે, જ્યારે મારા પેરેન્ટ્સને ખબર પડી કે ગુડબાયમાં અમિતાભ બચ્ચનની સાથે હુ, તો તેમને પહેલા આ વાત પર વિશ્વાસ ના થયો.
3/6

રશ્મિકા મંદાનાએ આગળ જણાવ્યુ કે, મારા પેરેટ્ન્સ સરના બહુ મોટા ફેન છે, અને જ્યારે હુ મોટી થઇ રહી હતી, તો મે પણ તેમની કેટલીય ફિલ્મો જોઇ છે, અને તે મારા માટે બહુ ઉત્સુક પણ છે.
4/6

અમિતાભની પ્રસંશા કરતા રશ્મિકા મંદાના બોલી- તે હંમેશા મને એવી રીતે શીખવાડે છે જેમે કોઇ ટીચર પોતાના સ્ટુડન્ટને શીખવાડે છે. સારુ કામ કરો, જાગૃત રહો અને લાઇનો બરાબર યાદ રાખો, જે મને ખુબ પસંદ આવે છે.
5/6

રશ્મિકાએ ગયા અઠવાડિયે જ ફિલ્મના સેટ પર પોતાની બર્થડે સેલિબ્રેટ કરી હતી, તેને અહીંથી તસવીરો પણ શેર કરી હતી, આ તસવીરોમાં અમિતાભ ઉપરાંત સુપરસ્ટાર રજનીકાંત પણ હતા, તે આ તસવીરોમાં એકદમ ખુશ દેખાઇ રહી હતી.
6/6

વર્કફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકાની પાસે આ ઉપરાંત બીજી એક હિન્દી પ્રૉજેક્ટ છે, જેનુ નામ છે મિશન મજનૂ. આ ફિલ્મમાં તે સિદ્વાર્થ મલ્હોત્રાની સાથે દેખાશે. તેને આની પણ કેટલીય તસવીરો શેર કરી છે.
Published at : 14 Apr 2021 10:20 AM (IST)
આગળ જુઓ
Advertisement





















