શોધખોળ કરો
Year Ender 2022: સામંથાથી લઇને નયનતારા સુધી, પર્સનલ લાઇફને લઇને વર્ષમાં ચર્ચામાં રહ્યા સાઉથના આ સ્ટાર્સ
આ વર્ષે માત્ર સાઉથ સ્ટાર્સની ફિલ્મોનો જ ક્રેઝ નથી પરંતુ સેલેબ્સ પણ તેમના અંગત જીવનને કારણે ચર્ચામાં હતા.

ફાઇલ તસવીર
1/8

આ વર્ષે માત્ર સાઉથ સ્ટાર્સની ફિલ્મોનો જ ક્રેઝ નથી પરંતુ સેલેબ્સ પણ તેમના અંગત જીવનને કારણે ચર્ચામાં હતા.
2/8

વર્ષ 2022માં સાઉથ ઈન્ડસ્ટ્રી ઘણી રીતે હેડલાઈન્સમાં રહી છે. દક્ષિણ ભારતીય ફિલ્મોનો ક્રેઝ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વર્ષે ત્યાંના સ્ટાર્સ પણ ચર્ચામાં રહ્યા હતા. કેટલાક સ્ટાર્ટનૉ ડેટિંગની અફવા હતી, જ્યારે કેટલાકના છૂટાછેડા પણ ચર્ચામાં રહ્યા હતા.
3/8

ગયા વર્ષના અંતમાં એટલે કે 2021માં સામંથા રૂથ પ્રભુએ નાગા ચૈતન્ય સાથે છૂટાછેડાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં વર્ષ 2022 દરમિયાન તે પોતાની અંગત બાબતોને કારણે ચર્ચામાં રહી છે. સુપરસ્ટાર રામ ચરણ અને તેની પત્ની ઉપાસના ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. લગ્નના 10 વર્ષ બાદ બંનેના ઘર ગુંજશે.
4/8

દક્ષિણની લેડી સુપરસ્ટાર તરીકે જાણીતી નયનતારાના લગ્ન અને જોડિયા બાળકોનો જન્મ આ વર્ષે ચર્ચામાં રહ્યો હતો. તેણે વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા, જેની તસવીરો ઘણા દિવસોથી ઇન્ટરનેટ પર હતી. આ સિવાય સરોગસી દ્વારા પેરેન્ટ્સ બનનાર કપલની પણ ખૂબ ચર્ચા થઈ હતી.
5/8

સુપરસ્ટાર રામ ચરણ અને તેની પત્ની ઉપાસના ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. લગ્નના 10 વર્ષ બાદ બંનેના ઘર ગુંજશે.
6/8

સાઉથ એક્ટર મહેશ બાબુ માટે આ વર્ષ ખૂબ જ દુઃખદ રહ્યું. આ વર્ષે તેણે તેના મોટા ભાઈ રમેશ બાબુ, માતા ઈન્દિરા દેવી અને પિતા સુપરસ્ટાર કૃષ્ણાને ગુમાવ્યા.
7/8

નેશનલ ક્રશ કહેવાતી રશ્મિકા મંદાના પણ આ વર્ષે પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહી હતી. તેનું નામ વિજય દેવરકોંડા સાથે ઘણી વખત જોડાયું હતું, ત્યારબાદ અભિનેત્રીએ રિલેશનશિપમાં હોવાની અફવાઓને ખોટી ગણાવીને આ સમાચાર પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
8/8

સુપરસ્ટાર ધનુષ પણ પોતાના છૂટાછેડાને લઈને ચર્ચામાં રહેલા લોકોમાંથી એક છે. મેગાસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથેના તેના અલગ થવાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા.
Published at : 24 Dec 2022 10:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
