શોધખોળ કરો
'જેઠાલાલ'ના કારણે મુનમુન દત્તાને મળ્યો હતો 'બબીતા જી' નો રોલ, જાણો એપિસોડના કેટલા રૂપિયા વસૂલે છે?
Taarak Mehta Ka Ooltah Chashmah ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. જેના દરેક પાત્ર પર દર્શકો ભરપૂર પ્રેમ વરસાવે છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

Taarak Mehta Ka Ooltah Chashmah ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. જેના દરેક પાત્ર પર દર્શકો ભરપૂર પ્રેમ વરસાવે છે. આજે અમે તમને શોના સૌથી ગ્લેમરસ પાત્ર એટલે કે 'બબીતા જી' સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ.
2/8

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 15 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે એટલું જ નહીં પરંતુ મોટાભાગે ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર પણ રહે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને આ શો ગમે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને શોના સૌથી લોકપ્રિય પાત્ર એટલે કે 'બબીતા જી' વિશે વાત કરવાના છીએ.
3/8

આ શોમાં સુંદર અભિનેત્રી મુનમુન દત્તા બબીતા જીનું પાત્ર ભજવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે મુનમુનને આ રોલ અભિનેતા દિલીપ જોશીના કારણે મળ્યો છે, જેમણે શોમાં 'જેઠાલાલ'નો રોલ કર્યો હતો.
4/8

બહુ ઓછા લોકો જાણે છે કે આ શો પહેલા દિલીપ અને મુનમુન બીજા શોમાં પણ સાથે જોવા મળ્યા હતા. બંનેએ 2004માં આવેલા શો 'હમ સબ બારાતી'માં કામ કર્યું હતું. તેથી 'તારક મહેતા'ની શરૂઆત પહેલા જ બંને મિત્રો બની ગયા હતા.
5/8

આવી સ્થિતિમાં જ્યારે 'તારક મહેતા'ના નિર્માતાઓ બબીતાના રોલ માટે અભિનેત્રીની શોધમાં હતા, ત્યારે દિલીપે મુનમુનનું નામ સૂચવ્યું અને નિર્માતાએ તેમના સૂચનને માન આપી અને મુનમુનને કાસ્ટ કરી હતી.
6/8

મુનમુન માત્ર ટીવી પર જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ જોવા મળી છે. અભિનેત્રીએ 'મુંબઈ એક્સપ્રેસ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, અભિનેત્રીને લોકપ્રિયતા 'તારક મહેતા'થી જ મળી હતી. અભિનેત્રી હવે એક એપિસોડ માટે 30 થી 50 હજાર રૂપિયા ચાર્જ કરે છે.
7/8

મુનમુન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. જ્યાં તે અવારનવાર શોના સેટ અને તેના જીવન સાથે જોડાયેલ દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે.
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 22 Sep 2023 12:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રાઇમ
દેશ
રાજકોટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
