આજની મહિલાઓ પુરૂષોથી કમ નથી. આજકાલની મહિલાઓ તેમની ક્ષમતાથી તેમના પતિ કરતા વધુ કમાણી કરી રહી છે અને સફળતાની સીડીઓ ચડી રહી છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે પોતાના પતિ કરતા વધુ સફળ છે. આટલું જ નહીં તે તેમના પતિ કરતા પણ વધુ કમાય છે.
2/8
'લાફ્ટર ક્વીન' તરીકે જાણીતી કોમેડિયન ભારતી સિંહે વર્ષ 2017માં સ્ક્રીન રાઈટર અને ટીવી હોસ્ટ હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યા. જો કે બંનેએ એકસાથે ઘણા ટીવી શો હોસ્ટ કર્યા છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીને તેના પતિ કરતા વધુ પગાર મળે છે.
3/8
ટીવી એક્ટ્રેસ સનાયા ઈરાનીએ એક્ટર મોહિત સેહગલ સાથે લગ્ન કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, સનાયા મોહિત કરતા વધુ કમાણી કરે છે. તે પ્રતિ એપિસોડ લગભગ 85,000-95,000 રૂપિયા ચાર્જ કરે છે.
4/8
યે હૈ મોહબ્બતેં ફેમ દિવ્યાંકા ત્રિપાઠી પણ ટીવી ઈન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રીઓમાંની એક છે, જે તેના પતિ વિવેક દહિયા કરતા વધુ કમાણી કરે છે.
5/8
'ભાભીજી ઘર પર હૈં'ની અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન પણ વધુ કમાતી અભિનેત્રીઓમાંની એક છે. તેણે બિઝનેસમેન સૌરભ દેવેન્દ્ર સાથે લગ્ન કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, સૌમ્યા 50 થી 60 હજાર રૂપિયા ચાર્જ કરે છે.
6/8
'લેડી બોસ' તરીકે જાણીતી રૂબીના દિલૈક 'છોટી બહુ' અને 'શક્તિ'થી પ્રખ્યાત થઈ હતી. તેણે 2018માં અભિનેતા અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા. બંને એકસાથે 'બિગ બોસ 14'માં પણ ગયા હતા, જ્યાં રૂબીનાને પ્રતિ એપિસોડ 5 લાખ રૂપિયા મળ્યા હતા, જ્યારે તેના પતિ અભિનવને તેનાથી ઓછા મળ્યા હતા. આટલું જ નહીં, રિપોર્ટ્સ અનુસાર, રૂબિના 'ખતરો કે ખિલાડી 12'ના એક એપિસોડના 18 થી 20 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
7/8
'સસુરાલ સિમર કા' ફેમ અભિનેત્રી દીપિકા કક્કડ વર્ષ 2019માં તેના કો-સ્ટાર શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન કર્યા હતા. દીપિકા તેના પતિ કરતા વધુ ફેમસ છે અને તે એક એપિસોડ માટે 70 હજાર રૂપિયા ચાર્જ કરે છે.
8/8
બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર અભિનેત્રી અનિતા હસનંદાનીએ વર્ષ 2013માં બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. અનીતા ટીવી ઈન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રીઓમાંની એક છે અને તે પ્રતિ એપિસોડ 50 હજાર રૂપિયાથી વધુ કમાય છે. તે ઘણી એડફિલ્મોમાં પણ કામ કરે છે.