શોધખોળ કરો
Tiger 3ના શૂટિંગ સેટ પરથી સલમાન ખાનનો અજીબોગરીબ લૂક વાયરલ, નવો અવતાર જોઇને ફેન્સ પણ ચોંક્યા, જુઓ તસવીરો....

Tiger_
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સલમાન ખાન અને કેટરીના કૈફની અપકમિંગ ફિલ્મ 'ટાઇગર 3'નુ શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. તાજેતરમાં જ બન્નેને મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યા હતા. ફેન્સ આ ફિલ્મનો જોરદાર ઇન્તજાર કરી રહ્યાં છે.
2/7

આ બધાની વચ્ચે ફેન્સની ખુશી માટે ફિલ્મના શૂટ લૉકેશશન પરથી કેટલીક તસવીરો સામે આવી છે, જે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, આ તસવીરોમાં સલમાન ખાન દેખાઇ રહ્યો છે.
3/7

આ તસવીરોમાં સલમાન ખાનનો ફિલ્મ વાળો લૂક દેખાઇ રહ્યો છે, અને તે બધાની અલગ અવતાર છે. સલમાનનો આ લૂક ફેન્સે પહેલા ક્યારેય જોયો નથી. સલમાન બિલકુલ અલગ દેખાઇ રહ્યો છે. ફેન્સ પણ સલમાનને નથી ઓળખી રહ્યાં.
4/7

તસવીરોમાં જોઇ શકો છો કે સલમાન ખાન બ્રાઉન-ગૉલ્ડન રંગની દાઢી અને વાળમાં દેખાઇ રહ્યો છે. તેના માથા પર લાલ પટ્ટી પણ બાંધેલી છે. સલમાને વ્હાઇટ ટી શર્ટ, બ્લૂ ડેનિમ અને મરુન જેકેટ પહેરેલુ છે.
5/7

સલમાન ખાન ટાઇગર 3નુ રશિયામાં શૂટિંગ કરી રહ્યો છે. આ તસવીરો જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે. ટાઇગર 3ના સેટ પર ફક્ત સલમાન ખાન દેખાયો હતો, પરંતુ કેટરીના કૈફ ક્યાંય દેખાઇ ન હતી.
6/7

અન્ય તસવીરોમાં સલમાન ખાન મેકઅપ કરતો પણ દેખાઇ રહ્યો છે, અને રશિયામાં પોતાના ફેન્સને પૉઝ આપતો પણ દેખાઇ રહ્યો છે.
7/7

સલમાન ખાન
Published at : 23 Aug 2021 11:47 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
