હોમફોટો ગેલેરીમનોરંજનVicky Katrina Spotted: મેરેજના સમાચાર વચ્ચે આ અંદાજમાં સ્પોટ થયા Vicky Kaushal અને Katrina Kaif
Vicky Katrina Spotted: મેરેજના સમાચાર વચ્ચે આ અંદાજમાં સ્પોટ થયા Vicky Kaushal અને Katrina Kaif
By : abp asmita | Updated at : 04 Dec 2021 12:25 PM (IST)
Vicky_Katrina
1/7
Vicky Katrina Spotted: બોલીવૂડ સેલિબ્રિટી વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) અત્યારે તેમના લગ્નને લઈને સમાચારમાં છવાયેલા છે. આવામાં બંનેની કેટલીક સારી તસવીરો સામે આવી છે. જેમાં તેમનો સ્ટાઇલીશ લૂક જોવા મળી રહ્યો છે.
2/7
કેટરીના કૈફ તાજેતરમાં જ તેના ઘર બહાર સ્પોટ થઈ હતી. આ સમયે કેટરીના કેજ્યુઅલ લુકમાં જોવા મળી હતી. આ સાથે જ વિક્કી કૌશલની વાત કરીએ તો તે કાલે રાતે કેટરીના કૈફના ઘરે સ્પોટ થયો હતો.
3/7
બંનેના લગ્નના સમાચાર આવી રહ્યા છે. જોકે, કેટરીના કે વિક્કીએ આ અંગે અત્યાર સુધી કોઈ જ રિએક્શન આપ્યું નથી.
4/7
ફેન્સ તેમના લગ્નને લઈને જોડાયેલા સમાચાર જાણવા માગે છે. બીજી તરફ તેમના લગ્નને લઈને અલગ અલગ સમાચાર સામે આવી રહ્યા છે. જોકે, આ કપલે હજુ તેમના લગ્નને લઈને કોઈ પુષ્ટી કરી નથી. કહેવાય છે કે, 9મી ડિસેમ્બરે બંને લગ્ન કરવાના છે. જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
5/7
બીજી તરફ લગ્નમાં પ્રાઇવેસીનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સમાચાર આવ્યા છે કે, વિક્કી અને કેટરીનાની લગ્નમાં મોબાઇલ પર પ્રતિબંધ હશે. હવે વધુ એક અપડેટ સામે આવ્યું છે.
6/7
બંનેના લગ્નના ફોટા લીક ન થાય તે માટે મોબાઇલ પર પ્રતિબંધ લગાવાયો છે. આવું કરવા માટે એક મોટું કારણ હોવાનું પણ સામે આવી રહ્યું છે.
7/7
મીડિયા રિપોર્ટ પ્રમાણે બંનેના લગ્ના ફોટા એક ઇન્ટરનેશનલ મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવશે.