શોધખોળ કરો
Vicky Katrina Wedding: હાથો પર મહેંદી લગાવતી જોવા મળી કેટરિના, જુઓ તસવીરો
કેટરીના કૈફ
1/5

વિકી કૌશલ અને કેટરીના કૈફ 9 ડિસેમ્બરે સવાઇ માધુપુરમાં એક શાહી હોટેલમાં લગ્નના બંધનથી બંધાશે. 7 ડિસેમ્બરથી મેરેજની સેરેમની શરૂ થઇ ગઇ છે. 8 ડિસેમ્બરે બંનેની હલ્દી સેરેમની યોજાઇ હતી. બાદ પુલ પાર્ટી થશે
2/5

મેરેજ વેન્યુને દીપોથી ડેકોરેટ કરાયું છે અત્યાર સુધીમાં 50 મહેમાન આવી ચૂક્યાં છે. મહેંદી લગાવતી એક તસવીર સામે આવી છે. જેમાં તે લેમન યેલો ડ્રેસમાં મહેંદી મૂકાવતી જોવા મળી રહી છે.
3/5

કેટરીના કેફ અને વીકિ કૌશલ જ્યારે હોટેલ પહોંચ્યાં તો બંનેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આતિશબાજીથી બંનેનું સ્વાગત થયું હતું. તેનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
4/5

લગ્નના કારણે હોટેલના આસપાસના વિસ્તારની પણ સુરક્ષા વધારી દેવાઇ છે. સુરક્ષા કોડ વિના કોઇને એન્ટ્રી નથી. મંગળવારે નેહા ધુપિયા, અગંદ બેદી, કબીર ખાન,મિની માથુર, શારવરી બાઘ જયપુર એરપોર્ટ પહોંચ્યાં હતા.
5/5

એવા અહેવાલો છે કે, એક વિદેશી કંપનીએ કેટરીના અને વિકીને લગ્નના ફોટા માટે 100 કરોડ રૂપિયાની ઓફર કરી છે. જો બંને ઓફર સ્વીકારે છે, તો લગ્ન સમારંભની તસવીરો અને વીડિયો OTT પ્લેટફોર્મ પર બતાવવામાં આવશે. આ પહેલા પણ અનેક સ્ટાર સેલિબ્રિટી આવો ટ્રેન્ડ અપનાવી ચુક્યા છે.
Published at : 08 Dec 2021 12:11 PM (IST)
આગળ જુઓ





















