ખેડૂત આંદોલનનો આજે 12મો દિવસ છે. આવતીકાલે ભારત બંધનું એલાન છે. ખેડૂત આંદોલન દરમિયાન મોદી સરકારને હચમચાવી નાંખનારા ખેડૂત નેતા જોગિંદર સિંહ ઉમરાહની આજે ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.
2/5
યૂનિયન તેના જોગિંદર સિંહ ઉગરાહાનું કહેવું છે કે કોર્પોરેટ ભારતીય કારોબારનો એક મોટો હિસ્સો છે. તેઓ હવે કૃષિ સેક્ટરને ગળી જવા માંગે છે. તેથી અમે કારોબારીઓ સામે લડી રહ્યા છીએ. અમારી સીધી લડાઇ તેમની સામે છે. અમને ખબર છે કે મોલ્સ, પેટ્રોલ પંપમાં કામ કરતાં કર્મચારીઓ પર આ પ્રદર્શનની વિપરીત અસર પડી રહી છે પરંતુ અમે મજબૂર છીએ. (તમામ તસવીર સૌજન્યઃ ફેસબુક)
3/5
જોગિંદર સિંહ ઉમરાહ પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાના પ્રમુખ છે. 75 વર્ષીય જોગિંદર સિંહનો જન્મ 1945માં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમને ચાર ભાઈ અને ચાર બહેન હતા. 1975માં તેઓ ભારતીય સેનામાં ભરતી થયા, પરંતુ પારિવારિક કારણોસર ખેતી છોડી દીધી અને ગામડે જઈ ખેતી કરવા લાગ્યા. સેનામાં રહી ચુકેલા જોગિંદર સિંહ પાસે 5 એકર જમીન છે અને તેઓ સંગરુર જિલ્લાના ઉગરાહા ગામના વતની છે.
4/5
બીજા ખેડૂત સંગઠનોની તુલનામાં ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાની એક ખાસ વાત છે. જેમકે કોઈ ખેડૂત યૂનિયન સાથે જોડાય તો તેણે રાજકીય પાર્ટીથી અંતર રાખવાનું હોય છે, પરંતુ ભારતીય કિસાન યૂનિયન ઉગરાહામાં આવું નથી. તમે બીજી પાર્ટીમાં પણ રહી શકો છો પરંતુ તમારે માત્ર યૂનિયનમાં એક્ટિવ રહીને કાર્યક્રમોને આગળ વધારવા પડે છે.
5/5
તેમણે 2002માં ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાની સ્થાપના કરી હતી, જે ભારતીય કિસાન યૂનિયનથી અલગ સંગઠન છે. જોગિંદરની છબી એક ઈમાનદાર ખેડૂત નેતા તરીકેની છે. આ કારણે ખેડૂતો તેમના સંગઠનમાં જોડાતા ગયા અને આજે પંજાબનું સૌથી મોટું ખેડૂત યુનિયન બની ચુક્યું છે. આ યુનિયનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ છે.