હવે તે આગામી ફિલ્મ ભૂત પુલિસમાં સૈફ અલી ખાન અને અલી ફઝલ સાથે દેખાશે. આ ઉપરાંત મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો ફાતિમા લાઇફ ઇન એ મેટ્રૉની સિક્વલમાં પણ દેખાઇ શકે છે.
2/7
અભિનેત્રી ફાતિમા સના શેખે નાના પડદા પર પણ કામ કરી ચૂકી છે. તે લેડીઝ સ્પેશ્યલ અને ઝીટીવીના ચર્ચિત શૉ અગલે જનમ મોહે બિટિયાં હી કીજોમાં કામ કરી ચૂકી છે.
3/7
જોકે દંગલ બાદ ફાતિમાએ બીજો કોઇ જબરદસ્ત હિટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નથી આપી, તે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, લુડો અને સૂરજ પે મંગલ ભારીમાં દેખાઇ ચૂકી છે.
4/7
દંગલ પહેલા પણ ફાતિમા -બડે દિલવાલા, વન ટૂ કા ફૉર, તહાન, બિટ્ટૂ બૉસ અને આકાશવાણી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તહાન માટે ફાતિમાની તહાનને જર્મનીમાં યોજાનારા “Bollywood and Beyond” ફેસ્ટિવમાં The German Star of Indiaનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
5/7
જી હા... હવે યાદ આવ્યુ આનાની ક્યૂટ છોકરી ફાતિમા સના શેખ જ હતી, તેને અહીંથી એક્ટિંગમાં પોતાની એન્ટ્રી કરી હતી. 11 જાન્યુઆરી 1992એ જન્મેલી ફાતિમા ત્યારે માત્ર છ વર્ષની હતી, જ્યારે તેને ચાચી 420માં કામ કર્યુ હતુ.
6/7
પરંતુ જો તમે વિચારી રહ્યાં છો કે ફાતિમા સના શેખની ડેબ્યૂ ફિલ્મ દંગલ હતી તો તમે ખોટા છો. કેમકે ફાતિમા આ પહેલા કેટલાક વર્ષો પહેલા જ બૉલીવુડમાં એન્ટ્રી લઇ ચૂકી હતી. તેની પહેલી ફિલ્મ ચાચી 420 હતી જેમાં તેને કમલ હાસન અને તબ્બૂની દીકરીની ભૂમિકા નિભાવી હતી.
7/7
મુંબઇઃ ‘દંગલ’ ફેમ ફાતિમ સના શેખને આજકાલ કોણ નથી ઓળખતુ, આ ધાકડ છોકરીએ ફિલ્મમાં અચ્છા અચ્છાને પછાડ્યા હતા, અને ફિલ્મ પણ જબરદસ્ત હિટ રહી હતી. દંગલમાં આમિર ખાન લીડ રૉલમાં હતો અને ફાતિમા સના શેખે તેની દીકરીની ભૂમિકા નિભાવી હતી.