શોધખોળ કરો
ધોનીએ IPLમાંથી અત્યાર સુધી કરી 137 કરોડની કમાણી, રોહિત શર્મા વિરાટ કોહલીને છોડીને નિકળી ગયો આગળ, જાણો કોની કેટલી કમાણી ?
1/6

આઈપીએલથી સૌથી વધુ કમાણી મામલે આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા ક્રમે છે. તે અત્યાર સુધીમાં 126 કરોડ કમાઈ ચુક્યો છે. 2008માં આપીસીબીએ તેને 12 લાખમાં અનકેપ્ડ પ્લેયર તરીકે ખરીદ્યો હતો. 2009 અને 10માં તેને આટલી જ રકમ મળી હતી. 2011માં આરસીબીએ રિટેઇન કરેલો એક માત્ર ખેલાડી હતી. 2011થી લઈ 2013 સુધી દર વર્ષે 8.2 કરોડ કમાયો હતો. 2014માં તે ટોપ બ્રેકેટમાં સામેલ થયો અને ચાર સીઝન સુધી પ્રતિ વર્ષ 12.5 કરોડ કમાયો. 2018માં તે રોટેશન પ્રાઇઝ મુજબ 17 કરોડ કમાયો. 2018થી લઈ તે 2020 સુધી 51 કરોડ કમાયો છે. (તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)
2/6

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ધોની પછી બીજા ક્રમે છે. 2008 થી 2010માં ડેક્કન ચાર્જસ સાથે જોડાયેલા રહેવા દરમિયાન પ્રતિ વર્ષ તે 3 કરોડ કમાયો હતો. 2011થી 2013માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તે દર વર્ષે 9.2 કરોડ રૂપિયા કમાયો હતો. 2014માં તે ફર્સ્ટ ચોઇસ રોટેશન પ્લેયર બન્યો હતો. જેના કારણે ત્યારથી તેને દર વર્ષે ધોની જેટલી જ રકમ મળે છે. તે કુલ મળીને 131 કરોડ કમાયો છે.
Published at :
આગળ જુઓ




















