કાજલ અગ્રવાલે પ્રી વેડિંગ સેરેમની થી લઈ લગ્ન સુધીની તમામ સમારોહની અનેક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
2/7
કાજલ અને ગૌતમે હનીમૂન ડેસ્ટિનેશનની તસવીરો શેર કરી છે.
3/7
કાજલે ઘણી તસવીરો શેર કરી છે. તેમાં સમુદ્ર કિનારે પતિ ગૌતમ સાથે ઈન્જોય કરતી નજર આવી રહી છે.
4/7
ગૌતમે પણ એક તસવીર શેર કરી છે. જેમાં તે સમુદ્ર કિનારે બનેલી એક ઈમારત વચ્ચે ઉભા છે. આ ઈમારત માલદીવની એક હોટલની ઓળખ છે. ગૌતમે આ દરમિયાન ગ્રે કલરની ટી શર્ટ અને ટ્રાઉઝર્સ પહેરેલું છે.
5/7
આ તસ્વીર શેર કરતા ગૌતમે લખ્યું કે, “અહીં ફરીથી યાત્રા કરવા મળી તેને લઈ આનંદ થયો. આ દરમિયાન સુરક્ષા જાળવી રાખો. ધીમે ધીમે આપણે સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યાં છે. ”
6/7
કાજલ અને ગૌતમની આ તસ્વીરો પર તેના ફેન્સ ખૂબ કોમેન્ટ અને લાઈક કરી રહ્યાં છે તથા અભિનંદન પાઠવી રહ્યાં છે.
7/7
બોલિવૂડ અને સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ કાજલ અગ્રવાલે ગત અઠવાડિયામાં બિઝનેસમેન ગૌતમ કિચલૂ સાથે લગ્ન કરી દીધા છે. લગભગ એક અઠવાડિયા સુધી ચાલેલા લગ્ન સમારોહ બાદ તે પતિ ગૌતમ સાથે માલદીવમાં હનીમૂન મનાવવા પહોંચી ગઈ છે.