ગરમીની સિઝન શરૂ થઇ ચૂકી છે. દેશના મોટાભાગમાં વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર ગયો છે. આ સ્થિતિમાં જેબાળકોનો પહેલો ઉનાળો છે તેની વિશેષ સારસંભાળ રાખવી જરૂરી છે.
2/6
જે બાળકોનો પહેલો ઉનાળો છે તેના માટે આ સમય મુશ્કેલ હોય છે. ગરમી અને પરસેવાના કારણે બાળકને રેસિઝ પડી જાય છે. જેના કારણે સ્કિન ઇન્ફેકશનનું જોખમ પણ વધી જાય છે.
3/6
બેબીની સ્કિનને તરોતાજા રાખવા માટે બાળકને નિયમિત નવડાવો. બાદ બાળકને બેથી ત્રણ વખત ભીના નેપકિનથી લૂછો તેનાથી ગરમીથી રાહત મળશે. જેથી સ્કિન ઇન્ફેકશનું જોખમ નહી રહે.
4/6
બાળકને ટાઇટ કપડા ન પહેરાવો, ગરમીમાં બાળકને કોટનના હળવા અને સોફ્ટ ફેબ્રિકના કપડા જ પહેરાવો. બહાર જાવ તો હેટ પહેરાવાનું ન ભૂલો.મચ્છરથી બચાવવ માટે મચ્છરદાની અવશ્ય બાંધો.
5/6
બાળકના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો. જો બાળક 6 મહિનાથી નાનું હોય તો બાળકને પાણી ન આપો પરંતુ થોડું –થોડું દૂધ થોડા-થોડા સમયના અંતરે આપો.
6/6
બાળકોના રૂમને વેન્ટિલેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. આ રૂમમાં હવાની અવરજવર માટે સંપૂર્ણ સુવિધા હોવી જોઈએ. દિવસ દરમિયાન રૂમનો દરવાજો બંધ રાખો. આ કારણે બાળકને ગરમ હવા નહીં મળે. પરંતુ, સાંજે અને સવારે બાળકને તાજી હવામાં રાખો.