જો આપ લોન્ગ હેરના શોખિન હો તો એવા કેટલાક ફૂડ છે. જે વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ કારગર છે. આ ફૂડને ડાયટમાં સામેલ કરીને આપ લોન્ગ હેરનું સપનું પૂર્ણ કરી શકો છો.
2/4
આમળા (ગૂસબેરી) - આમળા એ કુદરતી રીતે ઉપલબ્ધ ઘટક છે. તેમાં એવા ઘણા ગુણો છે. જે વાળને ઝડપથી વધવામાં મદદ કરે છે, જેમાં વિટામિન-સીનો પણ સમાવેશ થાય છે. આ સાથે, તે કોલેજનને પ્રોત્સાહન આપે છે, જે તમારા વાળને લાંબા બનાવે છે. તેથી, જો તમે પણ લાંબા અને જાડા વાળ ઇચ્છો છો તો રોજિંદા આહારમાં આમળાનો સમાવેશ કરો.
3/4
ફ્લેક્સ સીડ્સ પણ ફાયદાકારક છે - ફ્લેક્સસીડમાં પ્રોટીન અને ફાઈબર સહિત મેક્રોન્યુટ્રિઅન્ટ્સની સાથે ઘણા ખનિજો અને વિટામિન્સ હોય છે. જે વાળનો ગ્રોથ વધારે છે.
4/4
મીઠા લીમડાના પાન વાળના ગ્રોથ માટે ઉપકારક છે. કારણ કે તેમાં બીટા-કેરોટીન અને વિટામિન-ઈ હોય છે. જે હેર ગ્રોથ માટે મદદરૂપ થાય છે. લીમડાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ અને પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે.લીમાડાના પાનને તેલમાં ઉકાળીને આ તેલ ઠંડી પડ્યાં બાદ બોટલમાં ભરી લો. આ તેલ માથામાં લગાવાથી વાળ વધશે, લીમડાના પાનનું સેવન પણ વાળ વધારવામાં કારગર છે