શોધખોળ કરો
Good Cholesterol: હાર્ટને હેલ્ધી રાખવા અને ગૂડ કોલેસ્ટ્રોલ વધારવા માટે રૂટીનમાં સામેલ કરો આ 5 કામ
આજકાલ બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે.બઠાડું જીવન અને અનહેલ્ધી આહાર શૈલી તેનું કારણ છે. જાણીએ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવાના અને ગૂડ કોલેસ્ટ્રોલને વધારવાના ઉપાય
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

બગડતી જીવનશૈલી અને આહાર શૈલીની આદતો આપણા હૃદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. હ્રદય સંબંધિત રોગોના વધતા જતા કેસ પાછળ આ બે કારણો છે. એક તો ખરાબ જીવનશૈલી અને બગડતી આહાર શૈલી, ખરાબ કોલેસ્ટ્રોલ (LDL કોલેસ્ટ્રોલ)નું સ્તર વધારે છે. તે ધમનીઓમાં ભેગી થાય છે અને તેમને બ્લોક કરે છે, જેના કારણે હાર્ટ એટેક, હાઈપરટેન્શન, સ્ટ્રોક જેવી ઘણી જીવલેણ સમસ્યાઓ થઈ શકે છે.
2/6

ઓમેગા -3 ફેટી એસિડ્સ-હૃદયને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ફેટ્સ ખૂબ જ જરૂરી છે. તેથી, ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક જેવી કે ફેટી માછલી (ટુના, મેકરેલ, સાર્ડિન), ઓલિવ ઓઈલ, અખરોટ, બદામ વગેરેનો સમાવેશ કરો. આ ખાદ્ય પદાર્થો સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદરૂપ છે.
Published at : 26 Jan 2024 04:49 PM (IST)
આગળ જુઓ





















