શોધખોળ કરો
ડાન્સ કરતી વખતે એવું તે અચાનક શરીરમાં શું થઇ જાય છે કે, હાર્ટ અટેક આવી જાય છે. ડોકટરે જણાવ્યું આ કારણ
વધુ પડતો ડાન્સ કરવાથી હાર્ટ એટેક આવી શકે છે. જેના કારણે હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે તેમજ કાર્ડિયાક અરેસ્ટ પણ થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

વધુ પડતો ડાન્સ કરવાથી હાર્ટ એટેક આવી શકે છે. જેના કારણે હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે તેમજ કાર્ડિયાક અરેસ્ટ પણ થઈ શકે છે. કેટલાક લોકોના પારિવારિક ઇતિહાસને કારણે હાર્ટ એટેક આવી શકે છે. તેનો અર્થ એ કે તે આનુવંશિક કારણોસર પણ હોઈ શકે છે. શરીરમાં પાણીની ઉણપ પણ હૃદય પર દબાણ લાવી શકે છે.
2/7

હેલ્થ એક્સપર્ટના મતે હાર્ટ એટેક કે હાર્ટ સંબંધિત બીમારીઓ પાછળનું સૌથી મોટું કારણ અનહેલ્ધી ફૂડ અને અનિયમિત જીવનશૈલી છે. તહેવારોની સિઝનમાં જો લોકો વધુ પડતો બહારનો ખોરાક અથવા તેલયુક્ત ખાદ્યપદાર્થો સતત ખાતા રહે છે, તો શક્ય છે કે તેમને હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.
3/7

ડિહાઇડ્રેશનના કારણે પણ આવું થઇ શકે છે. જાતને હાઇડ્રેટેડ રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો એવા છે જે દિવસ દરમિયાન પુરતુ પાણી પીતા નથી એટલે કે દરેક વ્યક્તિએ 3 લિટર પાણી પીવું જોઈએ અથવા તેના શરીર પ્રમાણે અને જરૂરિયાત મુજબ પાણી પીતા રહેવું જોઇએ. પરંતુ પાણી ન પીવાથી પણ હાર્ટ અટેક આવી શકે છે.
4/7

ઘણી વખત વ્યક્તિને ખબર નથી હોતી કે તેનું બીપી હાઈ છે અને તેની ખાવાની ખોટી આદતોને કારણે હાર્ટ એટેકનો શિકાર બની જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે, હૃદયરોગના દર્દીઓ, ડાયાબિટીસ અને બીપીના દર્દીઓએ લાંબા સમય સુધી ગરબા કે કોઈપણ પ્રકારનો ડાન્સ ન કરવો જોઈએ.
5/7

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે હૃદય આપણા શરીરનો પંપ છે, તે લોહીના સંચાર માટે પંપિંગ કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે આપણે જીમ, કસરત અથવા ડાન્સ કરીએ છીએ, ત્યારે આપણું આખું શરીર ખૂબ જ સક્રિય રહે છે. જેના કારણે આપણા શરીરને વધુ કામ કરવું પડે છે.
6/7

જેના કારણે બ્લડ પ્રેશર વધે છે. આ સમયગાળા દરમિયાન હૃદયના ધબકારા વધે છે. શરીરને વધુ ને વધુ ઓક્સિજનની જરૂર પડે છે. પરંતુ આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ બીપીનો દર્દી છે, તો તેને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
7/7

તબીબો વધુમાં કહે છે કે, ડાયાબિટીસ કે બીપીના દર્દીઓએ કેટલો સમય વર્કઆઉટ કરવું તે જાણવું જરૂરી છે જો વર્કઆઉટ કરતા છાતીમાં પેઇન, ગભરામણ, ચક્કર આવે તો તરત જ રોકાઇ જવું જોઇએ, . જો તમને કસરત અથવા ડાન્સ કરતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે, તો તમારે સાવચેત થઇ જવું જરૂરી છે.
Published at : 12 Feb 2025 08:34 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બોલિવૂડ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
