શોધખોળ કરો
Mental Health: યાદશક્તિ વધારવા માટે બદામ જ પૂરતી નથી, રોજ કરો આ 5 કામ
ઉંમર વધવાની સાથે મગજ પણ નબળું (memory loss) પડવા લાગે છે. મગજની કામ (mental health) કરવાની ક્ષમતા ઘટવા લાગે છે. આવો જાણીએ આવી સ્થિતિમાં યાદશક્તિ (memory power) વધારવા માટે શું કરી શકાય.

તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે સવારે ખાલી પેટ બદામ (almond) ખાવી જોઈએ, તે મગજને તેજ બનાવે છે. તેનાથી મેમરી લોસની (memory loss problem) સમસ્યામાંથી પણ રાહત મળે છે.
1/5

જો તમે મેમરી લોસથી પરેશાન છો તો તમારે નિયમિત કસરત (exercise) કરવી જોઈએ. નિયમિત કસરત કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે. અને આ દ્વારા ઓક્સિજન મગજ સુધી પહોંચે છે.
2/5

જે લોકો મેમરી લોસની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે તેઓએ યોગ (yoga), સ્વિમિંગ (swimming), સાઇકલિંગ (Cycling), રનિંગ (running) અને વર્કઆઉટ જેવી એક્સરસાઇઝ કરવી જોઇએ. તેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ (blood circulation) સુધરે છે.
3/5

ધ્યાન કરવાથી (mediation) શરીરનો તણાવ ઓછો થાય છે અને મન પણ શાંત રહે છે. તેનાથી યાદશક્તિ વધે છે અને મગજ પણ તેજ થાય છે. સવારે ધ્યાન કરો.
4/5

મગજની શક્તિ વધારવા માટે, તંદુરસ્ત જીવનશૈલી (healthy lifestyle) જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરરોજ ચાલવા જવાનું રાખો. હળવા વર્કઆઉટ પણ કરો.
5/5

જો તમે નોન-વેજ ખાઓ છો તો તેમાં માછલી ચોક્કસ ખાઓ. ઓલિવ તેલ, બદામ, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ ખોરાક ખાવાની ખાતરી કરો. દારૂ, તમાકુ અને જંક ફૂડ બિલકુલ ન ખાઓ.
Published at : 14 Jun 2024 05:58 PM (IST)
આગળ જુઓ
Advertisement