રોટલીને ગોળાકાર બનાવવાનો અર્થ છે કે, તમે રસોઈમાં નિપુણતા મેળવી લીધી છે. તેથી જ માતાઓ પહેલા તેમની દીકરીઓને ગોળ રોટલી બનાવતા શીખવે છે. પરંતુ એ પણ સાચું છે કે રોટલી ત્યારે જ નરમ અને ગોળ બને છે જ્યારે તમે લોટ બરાબર બાંઘવામાં આવે.
2/6
જો રોટલીના લોટને બાંધતી વખતે કેટલી ખાસ ટિપ્સ અપનાવવામાં આવે તો ચોક્કસથી રોટલી સોફટ બનશે
3/6
લોટ બાંધતી વખતે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. હુંફાળા પાણીથી ગૂંથેલા કણકમાંથી બનેલી રોટલી નરમ છે. આ રીતે લોટ બાંધવાથી રોટલી લાંબા સમય સુધી નરમ રહે છે અને સખત થતી નથી.
4/6
આ સિવાય સોફ્ટ કણક ભેળવવા અને પફી રોટલી બનાવવા માટે ઓછામાં ઓછા 10 મિનિટ સુધી લોટ બાંધો. તમે લોટ બાંધવા માટે પનીર પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ ટ્રીક પણ ઘણી સારી છે.
5/6
આ સિવાય તમે દૂધનો ઉપયોગ લોટ બાંધવા માટે પણ કરી શકો છો. જ્યારે તમે થાળીમાં સૂકો લોટ ભેળવા માટે લો ત્યારે તેમાં અડધો કપ દૂધ ઉમેરો. આ ટિપ્સ રોટલીને વધુ સોફ્ટ બનાવશે.
6/6
રોટલીને સોફટ બનાવવા માટે આપ રોટ બાંધ્યા બાદ 30 મિનિટ તેને કપડાં કવર કરીને ઉપર વાસણ ઢાંકીને મૂકી રાખો, આ રીતે 30 મિનિટ રહેવા દો બાદ રોટલી બનાવો, તો રોટલી સોફટ બનશે.