શોધખોળ કરો
હવે મરવાનું ટેન્શન ઓછું! વૈજ્ઞાનિકોએ ડીએનએમાંથી શોધી કાઢ્યું લાંબા આયુષ્યનું રહસ્ય
Secrets of long life: ૧૧૭ વર્ષની મહિલાના ડીએનએ અભ્યાસમાં થયો ખુલાસો, સ્વસ્થ જીવનશૈલીથી વધારી શકાય છે ઉંમર.

Longevity DNA study: જો તમે પણ લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે.
1/5

વૈજ્ઞાનિકોએ એક ૧૧૭ વર્ષની મહિલાના ડીએનએનો અભ્યાસ કરીને લાંબા આયુષ્યનું રહસ્ય શોધી કાઢ્યું છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માત્ર જીન્સ જ નહીં, પરંતુ સ્વસ્થ જીવનશૈલી પણ માનવીની ઉંમર વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
2/5

સ્પેનની રહેવાસી મારિયા બ્રોનિયાસ મોરેરા નામની મહિલા ઓગસ્ટ ૨૦૨૪માં ૧૧૭ વર્ષની વયે અવસાન પામ્યા હતા. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ અને સ્પેનિશ ગૃહયુદ્ધ જેવી કપરી પરિસ્થિતિઓ પણ જોઈ હતી. તેમના પરિવારે જણાવ્યું હતું કે મારિયા ક્યારેય કોઈ ગંભીર બીમારીનો ભોગ બન્યા નહોતા. મૃત્યુના થોડા સમય પહેલાં તેમની દ્રષ્ટિ, સાંભળવાની અને યાદશક્તિ નબળી પડી ગઈ હતી.
3/5

બાર્સેલોના યુનિવર્સિટીના સંશોધકોએ મારિયા બ્રોનિયાસ મોરેરાના માઇક્રોબાયોમ અને ડીએનએ પર વિસ્તૃત સંશોધન કર્યું હતું. આ સંશોધનમાં જાણવા મળ્યું કે મારિયાના શરીરમાં રહેલા જનીનો તેમની વાસ્તવિક ઉંમર કરતાં ઘણા અલગ હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, મૃત્યુ સમયે મારિયાની ઉંમર ૧૧૭ વર્ષની હતી, પરંતુ તેમના ડીએનએ અનુસાર તેમની ઉંમર ૧૦૦ વર્ષની હોવી જોઈએ. આનો અર્થ એ થયો કે સારા ખોરાક અને સ્વસ્થ જીવનશૈલીના કારણે તેમનું આયુષ્ય ૧૭ વર્ષ સુધી વધ્યું હતું.
4/5

સંશોધકોએ જણાવ્યું કે વૃદ્ધ મહિલાના શરીરમાં બ્લડ શુગર લેવલ, કોલેસ્ટ્રોલ લેવલ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત પરિમાણો સંપૂર્ણપણે સંતુલિત હતા. આ જ કારણ હતું કે તેઓ આટલા લાંબા સમય સુધી જીવિત રહી શક્યા. મારિયા મુખ્યત્વે પોતાના આહારમાં દહીંનું સેવન કરતા હતા, જે તેમના પેટ અને પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરતું હતું. આ ઉપરાંત, તેમણે ક્યારેય સિગારેટ કે દારૂનું સેવન કર્યું નહોતું અને હંમેશા પૌષ્ટિક ખોરાક ખાતા હતા, જેમાં વધુ તેલ અને મસાલા ન હોય.
5/5

આ સંશોધન વૃદ્ધત્વ વિરોધી ઉપાયો શોધવામાં અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકો હવે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કઈ રીતે સ્વસ્થ જીવનશૈલી અને આહાર ડીએનએ પર હકારાત્મક અસર કરે છે અને આયુષ્ય વધારવામાં મદદ કરે છે. આ શોધથી લાંબુ અને સ્વસ્થ જીવન જીવવાની ઇચ્છા રાખતા લોકો માટે નવી આશાઓ જન્મી છે.
Published at : 30 Mar 2025 05:48 PM (IST)
આગળ જુઓ
Advertisement