ખાંડ દરેક ભારતીય વ્યંજનનું મુખ્ય ઘટક છે. ચા-કોફીની સાથે સવારથી જ ખાંડનું સેવન શરૂ થઇ જાય છે. જો કે આજકાલ જાગૃત થઇ ગયા છે અને ખાંડને બદલે સુગર ફ્રી ફૂડ લેવાનું પ્રીફર કરે છે. પરંતુ શું આપ જાણો છો કે તમે જે સુગર ફ્રી ફૂડને હેલ્ધી માનીને ખાઈ રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.
2/6
સુગર ફ્રી ફૂડમાં ખાંડને બદલે તેમાં કૃત્રિમ મીઠાશ ઉમેરવાંમાં આવે છે. જે રાસાયણિક રૂપે બનેલા અણૂના રૂપે હોય છે. મુખ્યત્વે બે પ્રકારના કૃત્રિમ સ્વીટનર્સ છે – એસ્પારટેમ મ અને સુક્રલોઝ.
3/6
સુક્રાલોજને ખાંડમાં રાસાણિક બદલાવ કરીને બનાવાય છે. જેના કારણે તે ખાંડ કરતા 600 ગણું સ્વીટ હોય છે અને તે આંતરડામાં પણ અવશોષિત નથી થતું.તેથી તે કેલેરી રહીત હોય છે, જે બેકરી ઉત્પાદક, ડાયટ સપ્લીમેન્ટસ જેવા ડાયટ કોકોમાં પણ જોવા મળે છે.
4/6
સુક્રાલોજના સેવનના અનેક સાઇડ ઇફેકટ છે. કબજિયાત, કિડની સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે, તેના સેવનથી લિવર પણ બીમાર થઇ શકે છે.
5/6
એસ્પાર્ટમ એ એમિનો એસિડના મિશ્રણમાંથી બને છે જેને મેથિઓનાઇન અને ફેનીલાલેનાઇન કહેવાય છે. એસ્પાર્ટમને વધુ ગરમ કરવાથી તેની મીઠાશને અસર થાય છે. તેથી એસ્પાર્ટમને ગરમ ન કરવું જોઈએ. તેનો ઉપયોગ ફ્રોઝન દહીં, ચ્યુઇંગ ગમ, તેમજ બેકડ ફૂડ અને પેસ્ટ્રીમાં થાય છે.
6/6
એસ્પાર્ટમના સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો કેટલાક અધ્યનથી જાણવા મળ્યું છે કે, એસ્પાર્ટેમની ઓછામાં ઓછી 92 આડઅસરો છે, જેમાં માથાનો દુખાવો, તણાવ, હૃદયના ધબકારા, વજનમાં વધારો, હતાશા, ધ્યાનની ખામી હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર, ચક્કર, અલ્ઝાઈમર, મલ્ટીપલ સ્ક્લેરોસિસ અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનો સમાવેશ થાય છે. તે તમામ કૃત્રિમ સ્વીટનર્સમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે.