શોધખોળ કરો
Women health : કંસીવ કરવામાં થઇ રહી છે સમસ્યા તો આ 5 ટિપ્સને અપનાવી જુઓ, પ્રેગ્નન્સીમાં મળશે મદદ
લગ્નના લાંબા સમય બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થાય તો આ સંતાન ઇચ્છુક દંપતી માટે ચિંતાનો વિષય બની જાય છે. અહીં કેટલીક એવા મુદ્દા આપવામાં આવ્યાં છે, જે આપને કંસીવ કરવામાં મદદ કરી શકે છે.
વૂમન હેલ્થ ટિપ્સ
1/4

લગ્નના થોડા સમય બાદ પતિ-પત્ની પર સામાજિક અને પારિવારિક રીતે સંતાન પ્રાપ્તિ માટે દબાણ કરવામાં આવે છે અને જો લગ્નના લાંબા સમય બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થાય તો આ સંતાન ઇચ્છુક દંપતી માટે ચિંતાનો વિષય બની જાય છે. પરંતુ આજે અમે તમને એવી 5 ટિપ્સ જણાવીએ છીએ જેનાથી ગર્ભધારણ કરવામાં સરળતા રહેશે.
2/4

ગર્ભવતી થવા માટે, સ્ત્રીઓએ તેમના માસિક ચક્રને સમજવાની જરૂર છે જેથી જ્યારે શુક્રાણુ ઇંડાને મળે, ત્યારે એક સ્વસ્થ ગર્ભ તંદુરસ્ત બાળકમાં વિકસે. "સામાન્ય માસિક ચક્રમાં, ઓવ્યુલેશનનો સમય સામાન્ય રીતે પ્રક્રિયાના 13મા અને 18મા દિવસની વચ્ચેનો હોય છે. યુગલોએ આ સમય દરમિયાન સંભોગ કરવો જોઈએ, કારણ કે આ સમય દરમિયાન મોટાભાગે ગર્ભધારણની શક્યતા વધી જાય છે.
Published at : 12 Oct 2022 08:03 AM (IST)
આગળ જુઓ





















