શોધખોળ કરો
Hina Khan Breast Cancer: શું ટાઇટ બ્રા પહેરવાથી થઇ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો શું છે સત્ય?
ટીવી એક્ટ્રેસ હિના ખાન ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે.આજે આપણે વાત કરીશું કે ટાઈટ બ્રા અને બ્રેસ્ટ કેન્સર વચ્ચે શું સંબંધ છે. સ્તન કેન્સર એ સ્ત્રીઓમાં થતો એક ખતરનાક અને ગંભીર રોગ છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાન ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. આજે આપણે વાત કરીશું કે ટાઈટ બ્રા અને બ્રેસ્ટ કેન્સર વચ્ચે શું સંબંધ છે. સ્તન કેન્સર એ સ્ત્રીઓમાં થતો એક ખતરનાક અને ગંભીર રોગ છે. તેના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ઘણા લોકો માને છે કે ટાઈટ બ્રા પહેરવાથી સ્તનનું કદ વધે છે. આ ઉપરાંત સ્તન કેન્સરનું જોખમ પણ વધી જાય છે.
2/6

બ્રા પહેરવા કે ન પહેરવા અને સ્તન કેન્સર થવા વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ નથી. કારણ કે આ અંગેના સંશોધનમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે અંડરવાયર બ્રા લિમ્ફમાં રક્ત પરિભ્રમણને અવરોધે છે. જે સ્તન કેન્સરનું કારણ બની શકે છે. બ્રા પહેરીને સૂવું કે નહીં તે વ્યક્તિગત પસંદગી છે.
3/6

અંડરવાયર બ્રા અથવા ખૂબ ટાઇટ બ્રા પહેરવાથી સ્તનમાં લિમ્ફમાં સર્કુલેશન અવરોધાય છે. જેના કારણે સ્તન કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. પરંતુ આ માટે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
4/6

શું બ્લેક બ્રા પહેરવાથી સ્તન કેન્સર થાય છે? 'હેલ્થ એજ્યુકેશન ઓર્ગેનાઈઝેશન'ના રિપોર્ટ અનુસાર બ્લેક બ્રાનો સ્તન કેન્સર સાથે કોઈ ખાસ સંબંધ નથી. આ બધી વાતો માત્ર અફવાઓ છે જેમાં કોઈ સત્ય નથી.
5/6

ખરાબ આહાર, સ્થૂળતા અને ખરાબ જીવનશૈલી સિવાય આનુવંશિક કારણોસર પણ સ્તન કેન્સર થઈ શકે છે. રેડિયેશન અને વધુ પડતો દારૂ પીવાના કારણે સ્તન કેન્સરનું જોખમ વધે છે.
6/6

ગર્ભાવસ્થા દરમિયાન પણ મહિલાઓ સ્તન કેન્સરનો શિકાર બને છે. માત્ર વધતી જતી ઉંમર જ સ્તન કેન્સરનું કારણ નથી પરંતુ તે નાની ઉંમરે પણ થઈ શકે છે. તેથી મહિલાઓએ સાવધાન રહેવાની જરૂર છે.
Published at : 28 Jun 2024 08:45 PM (IST)
આગળ જુઓ
Advertisement





















